ભારતનું આ શહેર રોજ 52 સેકન્ડ માટે ઉભું રહી જાય છે, કારણ જાણીને તમારી છાતી ફૂલી જશે

દરેક દેશનું પોતાનું રાષ્ટ્રગાન હોય છે અને તેનું દરેક વ્યક્તિ સન્માન કરે છે. જ્યારે પણ રાષ્ટ્રગાન વાગે છે ત્યારે લોકોના રૂવાડા ઉભા થઈ જાય. જો કે રાષ્ટ્રગાન માટે કેટલાક પ્રોટોકોલ પણ હોય છે. ઘણા દેશમાં આ પ્રોટોકોલ તોડવા પર આકરી સજા પણ મળે છે. ભારતમાં પણ રાષ્ટ્રગાન માટેના કેટલાક નિયમો છે તેને 52 સેકન્ડમાં પૂર્ણ કરવાનું હોય છે. આ ઉપરાંત જ્યારે પણ રાષ્ટ્ર ગાન વાગે છે ત્યારે દરેક વ્યક્તિ બધા કામ પડતા મૂકીને સાવધાન મુદ્રામાં ઉભા રહી જાય છે.

આજે અમે તમને ભારતના એક એવા શહેર વિશે જણાવીશું જેની વાત સાંભળીને તમે પણ ગર્વ કરશો. કારણ કે આ શહેર રોજ 52 સેકન્ડ માટે થંભી જાય છે. પછી બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરૂષ ગમે તે હોય આ 52 સેકન્ડ દરમિયાન તે તેની જગ્યાએથી એક પણ ડગલુ હલતા નથી. આ સમયે બધા સાવધાનની મુદ્રામાં ઉભા રહી જાય છે.આ શહેર છે તેલંગણાનું નાલગોંડા. આ શહેરમાં નક્કી કરેલા સમયે રોજ રાષ્ટ્રગાન વાગે છે ત્યારે આખુ શહેર થંભી જાય છે.

નાલગોંડામાં રોજ સવારે 8 વાગ્યે લાઉડ સ્પિકર પર રાષ્ટ્ર ગાન વગાડવામાં આવે છે. આ મોટા મોટા લાઉડ સ્પિકર શહેરમા 12 વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે જેથી આખા શહેરમાં તેનો અવાજ સંભળાય. જ્યારે પણ રાષ્ટ્રગાન વાગે છે ત્યારે સમગ્ર શહેરના લોકો કોઈ પણ કામ કરતા હોય તે પડતુ મૂકીને ઉભા રહી જાય છે. જો કે મળતી માહિતી પ્રમાણે આવનારા સમયમાં હજૂ વધુ લાઉડ સ્પિકર શહેરમાં સ્થાપિત કરવામાં આવશે.જે લોકોએ આ પ્રથા શરૂ કરી હતી તેનો ઉદેશ્ય એ તો હતો કે રાષ્ટ્રગાનનું દરરોજ સન્માન થવું જોઈએ.

આ લોકોને આ પ્રથા શરૂ કરવાની પ્રેરણા જમ્મિકુંતા નામની જગ્યાએથી મળી હતી, જ્યાં દરરોજ રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે. ત્યારબાદ તેનાથી પ્રેરણા લઈને નાલગોંડાની જન ગણ મન ઉત્સવ સમિતિએ તેમના શહેરમાં આ પ્રથા શરૂ કરી હતી.નોંધવિય છે કે આ પ્રથાની શરૂઆત સૌ પ્રથમ 23 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવી હતી. જ્યારે અહીંના સ્થાનિક અધિકારીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે આ સમિતિની ખુબ પ્રશંસા કરી અને તેમને અભિનંદન પણ પાઠવ્યા.

એટલું જ નહીં જ્યારે સવારે રાષ્ટ્રગાન શરૂ થાય છે ત્યારે આ સમિતિના સભ્યો શહેરના વિવિધ સ્થળે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉભા રહી જાય છે.સવારે 8 વાગ્યે જ્યારે રાષ્ટ્રગાન શરૂ થાય છે ત્યારે આ ક્ષણ દરેક શહેરીજન માટે ખુબ રોમાંચકારી બની જાય છે. આમ તો દરેક શહેરમાં રાષ્ટ્રગાન 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીના દિવસે જ વગાડવામાં આવે છે. પરંતુ આ શહેરના લોકો દરરોજ ત્રિરંગા સામે રાષ્ટ્રગાન ગાઈને સલામી આપે છે. હાલમાં આ પહેલની દેશના દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને લોકો તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

YC