તહસીન પૂનાવાલા એકતા કપૂરના રિયાલિટી શો ‘લોક-અપ’માંથી બહાર થઈ ગયો છે. જોકે, બહાર જતા પહેલા તેણે એવો ખુલાસો કર્યો કે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઓછા વોટ મળવાને કારણે કંગનાએ તહસીનને તેની જેલમાંથી બહાર જવાનું કહ્યું પરંતુ તેણે તહસીનને એમ પણ કહ્યું કે જો તે શો છોડવા માંગતો હોય તો તે એક સ્પર્ધકને શોમાંથી બહાર થવાથી બચાવી શકે છે પરંતુ આ માટે કિંમત ચૂકવવી પડશે. વાસ્તવમાં તે કિંમત એ હતી કે તહસીને તેનું રહસ્ય દુનિયા સમક્ષ જાહેર કરવું પડશે અને બદલામાં તે એક સ્પર્ધકને બચાવી શકશે. તહસીને આ શરત સ્વીકારીને સાયશાને બચાવી લીધી.
તહસીને કહ્યું કે દેશના એક મોટા ઉદ્યોગપતિએ તેની પત્ની સાથે એક રાત વિતાવવા માટે તેને કહ્યું હતું અને તેની સાથે તેની કેટલીક શરતો હતી. તહસીનનું આ રહસ્ય સાંભળીને કંગના રનૌત સહિત તમામ સ્પર્ધકો દંગ રહી ગયા હતા. તહસીન પૂનાવાલાએ પોતાના રહસ્ય પરથી પડદો ઉઠાવતા જણાવ્યું કે એકવાર તેને દેશના એક મોટા ઉદ્યોગપતિએ તેમની પત્ની સાથે એક રાત વિતાવવા માટે કહ્યું અને આ સાથે તેમની કેટલીક શરતો અને ફૈંટેસી હતી. તહસીને વધુમાં જણાવ્યું કે આ કામ માટે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિએ પોતાની નાઈટ ક્લબ બુક કરાવી હતી.
બિઝનેસમેને તેની સામે એક શરત રાખી હતી કે જ્યારે તહસીન તેની પત્ની સાથે સમય વિતાવશે ત્યારે બિઝનેસમેન આ બધુ જોશે અને શરત મુજબ પણ થયું પણ ખરું. તહસીને વધુમાં જણાવ્યું કે તેણે આ કર્યું છે અને તેને તેનો કોઈ અફસોસ નથી. જો કે, તહસીને આ દરમિયાન તે બિઝનેસમેનનું નામ જાહેર કર્યું ન હતું. તહસીનના આ ખુલાસા પછી, જ્યારે કંગના રનૌતે તેને પૂછ્યું, ‘શું તેની પત્ની આ વિશે જાણે છે?’ તો તહસીને કહ્યું કે તેની પત્ની આ વિશે બધું જ જાણે છે અને જ્યારે આ ઘટના બની ત્યારે તેમના લગ્ન થયા ન હતા.
View this post on Instagram
જ્યારે તે તેની પત્નીને મળ્યો ત્યારે તેણે શરૂઆતમાં જ તેની પત્નીને આ વિશે જણાવ્યું હતું. કંગનાએ પૂછ્યું કે શું તેને મજા આવી. આના પર તહસીને જવાબ આપ્યો, હા, મને મજા આવી. તે દૂર હતો, માત્ર જોઈ રહ્યો હતો. મારી એક જ શરત હતી કે તે ન તો સ્પર્શ કરશે કે ન તો દખલ કરશે. તેની કેટલીક ફૈંટેસી હતી, જે તેની પત્ની અને મેં પૂરી કરી. તે ઇચ્છતો હતો કે હું તેની પત્નીને તેની મિલકત માનું અને તે આનંદ માણવા માંગતો હતો. તહસીન પૂનાવાલાએ આ મામલો લગ્ન પહેલાનો છે.