નવરાત્રીમાં સુરતના ગરબા રસિકોને ઝુમાવશે કચ્છી કોયલ તરીકે જાણીતા બનેલા ગીતાબેન રબારી, ખેલૈયાઓ પણ તેમના તાલે ઝૂમવા માટે આતુર

આ વર્ષે નવરાત્રિને લઈને ગરબા રસિકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મોટા પાર્ટી પ્લોટ અને જાહેરમાં મોટા ગરબાના આયોજનો થયા નહોતા, પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા જ નવરાત્રીનું ઠેર ઠેર આયોજન થઇ રહ્યું છે, કેટલાક ગરબા રસિકો તો ગરબા ક્લાસમાં પણ જવા લાગ્યા છે. ત્યારે હવે જ્યારે નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતી ગરબા કલાકારો આ વર્ષે અલગ અલગ જગ્યાએ ખેલૈયાઓને ઝુમાવવા માટે તૈયાર છે.

સુરતમાં પણ સી.બી. પટેલ હેલ્થ ક્લબ,વી.આઈ.પી. રોડ, વેસુ ખાતે ચાલુ વર્ષે ટી સેવેન ઈવેન્ટ્સ દ્વારા કે. ડી એમ ઝણકાર નવરાત્રીનું આયોજન કરાયું છે. જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતા રબારી તેમની ટીમ સાથે સુમધુર સંગીત પિરશસે. 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે શહેરીજનો ગરબાના તાલે ગુંજી ઉઠશે. કોરોના લહેરના બે વર્ષ બાદ ચાલુ વર્ષે શહેરભરમાં વાજતે ગાજતે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.

સુરત શહેરમાં કોરોનાના કારણે સતત બે વર્ષ નવરાત્રિનું આયોજન કરી શકાયુ ન હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા શહેરના મોટા ગૃપ દ્વારા મોટા પ્રમાણમાં આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે ટી સેવેન ઈવેન્ટ્સ દ્વારા તારીખ 26મી સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર દરમિયાન સી.બી. પટેલ હેલ્થ ક્લબ,વી.આઈ.પી. રોડ, વેસુ ખાતે 9 દિવસ દરમિયાન કે. ડી એમ ઝણકાર નવરાત્રી થશે.

જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી તેમનું સંગીત પિરશસે. ટી સેવેન ઈવેન્ટ્સના સંચાલક તરફથી જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રીના આ 9 દિવસો દરિમયાન અમે ઘણા આકર્ષણો પણ વધાર્યા છે જેથી સૌથી વધુ ખેલૈયાઓ રમી શકે તેનું આયોજન પણ અમે કર્યું છે. ખેલૈયાઓ માટે વિવિધ પ્રકારના ઇનામો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)

કેન્ટીન માટે વધારે જગ્યા રહે તેવું પણ આયોજન કર્યું છે અને નવરાત્રીના ઉત્સવને અનુરૂપ એક નવી શૈલીનું ડેકોરનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટેજની ડિઝાઇન પણ અમે એક થીમના આધારે કરી રહ્યા છે અને લેડ LEDના માધ્યમથી વધુમાં વધુ લોકો ગરબા જોઈ શકે તેવુ પણ આયોજન કર્યું છે અને તેની સાથે લાઇટિંગનું વિશેષ આકર્ષણ છે તથા આધુનિક સાઉન્ડ સિસ્ટમનું પણ સેટઅપ તૈયાર કરાયું છે.

Niraj Patel