સ્ટુડન્ટની શૈતાનીથી ગુસ્સે થઇ ગઇ ટીચર તો બાળકે ક્લાસમાં જ કરી દીધી કિસ અને પછી…જુઓ વીડિયો

‘અમને તો મુર્ગો બનાવવામાં આવતો…’ બાળકે મેડમની એવી રીતે માંગી માફી કે વીડિયો જોઇ તમે પણ ક્યુટનેસ પર હારી બેસશો દિલ

સ્કૂલના દિવસો યાદ છે ? એક સુંદર સમય હતો ! માત્ર આનંદ, કોઈ તણાવ નહિ. જો કે, જ્યારે શૈતાની અને ભૂલો થતી, ત્યારે ટીચરથી બાળકો ખૂબ જ ડરતા. કારણ કે તે સમયે શિક્ષકોએ સજાના મામલે કોઈ નરમાઈ દાખવી ન હતી. દંડા અને હાથ વડે મારવા સિવાય, મુર્ગો બનાવવો, બેન્ચ પર ઊભા રાખવા અને આંગળીઓ વચ્ચે પેન્સિલ વડે હાથ દબાવવો એ બધી સજાઓ હતી. જે 90ના દાયકાના ઘણા વિદ્યાર્થીઓએ ભોગવી હશે. સ્કૂલમાં નાના બાળકો ખૂબ જ શેતાની કરતા હોય છે અને શિક્ષકો તેમને નિયંત્રણમાં રાખવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. પહેલાના જમાનામાં જ્યારે બાળકો શૈતાની કરતા ત્યારે શિક્ષકો બાળકોને સીધા મારવાનું શરૂ કરી દેતા હતા.

જો કે, નવા યુગમાં નવા પ્રકારના શિક્ષકો જાણે છે કે બાળકોને તેમની અનોખી યુક્તિઓથી કેવી રીતે નિયંત્રિત કરવું. તે જાણે છે કે શાળાના વર્ગમાં શેતાન બાળકોને પોતાની રીતે કેવી રીતે હેન્ડલ કરવા. કારણ કે દરેક વર્ગમાં જુદી જુદી ઉંમરના વિદ્યાર્થીઓ હોય છે, તેથી તેઓ શિષ્ટાચાર શીખવવા માટે શબ્દોથી તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે. જો બાળક નાનું હોય તો તેની સાથે તે જ રીતે વાત કરીને શીખવવામાં આવે છે અને જો બાળકો મોટા હોય તો તેની સાથે તે જ રીતે વાત કરવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે જોઇને બધાને નવાઇ લાગી રહી છે.

શું તમારા શાળાના દિવસોમાં કોઈ શિક્ષકે તમને માતાની જેમ સ્નેહ આપ્યો હતો ? એક વીડિયો સોશિયલ મીડિયા રપર ઘણો છવાઇ ગયો છે. લોકો આ ક્લિપને આડેધડ શેર કરી રહ્યા છે. આ વિડિયો જોઈને જ્યારે ઘણા લોકો તેમના સ્કૂલના દિવસોની યાદ તાજી કરવા લાગ્યા, ત્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે તેમના જમાનામાં એક માસ્ટર સાહેબ હતા જેઓ જ્યારે ભૂલ કરે ત્યારે મૂર્ગો બનાવતા અથવા થપ્પડ મારતા હતા. જ્યારે કેટલાક યુઝર્સે ફરીથી શાળામાં પ્રવેશ લેવાની વાત કરી હતી ! જો કે, ઘણા યુઝર્સે કહ્યું કે આ ટીચરમાં માતાનો પ્રેમ દેખાય છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે,

તેમાં એક શિક્ષક સ્કૂલના ક્લાસરૂમમાં નાના બાળક પર ગુસ્સે થઈ જાય છે. એક બાળક વર્ગમાં ખરાબ કામ કરવા લાગે છે, તેને જોઈને શિક્ષક ગુસ્સે થઈ જાય છે અને પોતાની સીટ પર જઈને બેસી જાય છે. આના પર બાળક દોડીને તેમની પાસે આવે છે અને સમજાવવાનો પૂરો પ્રયાસ કરે છે. શિક્ષકને સમજાવતી વખતે તે વારંવાર કહે છે કે હવે તે શેતાની નહીં કરે, પરંતુ શિક્ષક તેની વાત સાંભળવા તૈયાર નથી. આના પર, બાળક મેડમના ગાલ પર કિસ કરે છે અને કહે છે કે હવે તે શેતાની નહિ કરે. આના પર મેડમ તેને પ્રોમિસ કરવા કહે છે

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અને ફરીથી તેને ક્લાસમાં ખરાબ વર્તન ન કરવાનું કહે છે. આ સાંભળીને સ્ટુડન્ટ ખૂબ ખુશ થઈ જાય છે અને મેડમના બંને ગાલ પર કિસ કરે છે. આના પર ક્લાસમાં બેઠેલી મેમ પણ તેના ગાલ પર કિસ કરે છે. આ આખો વીડિયો ક્લાસમાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Shah Jina