લો બોલો… છોકરા ભણાવતા ભણાવતા શિક્ષકે મેડમને કરી દીધું પ્રપોઝ, કહ્યું, “સોના મુજસે શાદી કેરોગી ?”, વીડિયો થયો વાયરલ

સાથી શિક્ષિકાને પ્રપોઝ કરવા માટે શિક્ષકે લીધો લાઈવ ક્લાસનો સહારો, ચાલુ ક્લાસમાં જ પ્રપોઝ કરતા વિદ્યાર્થીઓ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

Teacher proposed in live class : આજના સમયમાં બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ક્યારે થઇ જાય કોઈ નથી જાણતું. ઘણા લોકોની પ્રેમ કહાનીઓ સામે આવતી હોય છે જેમાં ઘણા લોકોને ઓનલાઇન તો ઘણા લોકોને સાથે કામ કરતા કરતા પણ પ્રેમ થઇ જતો હોય છે. આવી ઘણી કહાનીઓ તમે જોઈ હશે અને સાંભળી પણ હશે, ત્યારે હાલ એક એવી જ શિક્ષક અને શિક્ષિકાની કહાની સામે આવી છે, જેમાં બાળકોને ભણાવતા ભણાવતા જ શિક્ષક મેડમને પ્રપોઝ કરી દે છે.

શિક્ષકનું નામ નવનીત તિવારી હોવાનું કહેવાય છે. તેણે અચાનક તેની સહકર્મી સોના શર્માને પ્રપોઝ કર્યું. તેણે આ વાત ઓનલાઈન લાઈવ લેક્ચર દરમિયાન કરી હતી. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ બંને યુટ્યુબ ચેનલ પર ભણાવે છે. નવનીતનું કહેવું છે કે તે સોનાનો સપોર્ટ માત્ર પ્રોફેશનલી જ નહીં પરંતુ અંગત રીતે પણ ઈચ્છે છે.

આ પછી તે કહે છે કે તેના બાળકોએ પણ તેને પોતાની લાગણી વ્યક્ત કરવાનું કહ્યું છે. પછી તે કહે છે કે તે લગ્ન કરવા માંગે છે. આ પછી સોના કહે છે કે તેની તરફથી હા છે.  આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. તેને X (અગાઉના ટ્વિટર) પર @rathor7_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યું છે. તેને 6 લાખથી વધુ લોકોએ જોયો છે. 1.6 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે.

આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો શેર કરી રહ્યા છે. કોમેન્ટ કરીને પણ પ્રતિભાવ પણ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘પછી ભણો, પહેલા લગ્ન.’ અન્ય યુઝર કહે છે, ‘તમે શું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? તમે આ બધી બાબતો માટે આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો.

 

Niraj Patel