અમદાવાદમાં લોકોને બરફનો ગોળો સર્વ કરે છે રોબોટ, નવો આઇડિયા લોકોને કરી રહ્યો છે હેરાન- જુઓ વીડિયો

અમદાવાદમાં રોબોટ ખવડાવી રહ્યો છે કસ્ટમર્સને બરફનો ગોળો, જોવા અને ખાવા લાગે છે ગ્રાહકોની લાંબી લાઇનો- જુઓ વીડિયો

રેસ્ટોરન્ટમાં હવે રોબોટની મદદ સામાન્ય થઈ ગઈ છે, વિશ્વભરના ઘણા કેફે અને રેસ્ટોરન્ટ્સ ભોજન પીરસવા, ટેબલ સાફ કરવા અને ભોજન તૈયાર કરવા માટે રોબોટ્સનો ઉપયોગ કરતા થઇ રહ્યા છે. નોઈડા, ચેન્નાઈ, કોઈમ્બતુર અને બેંગલુરુ જેવા શહેરોમાં રોબોટ રેસ્ટોરન્ટ ફેમસ થયા બાદ હવે અમદાવાદમાં એક સ્ટ્રીટ કેફે સમાચારોમાં છે.

આ કેફે તેના ગ્રાહકોને બરફના ગોળા સર્વ કરવા માટે રોબોટ વેઈટરનો ઉપયોગ કરી રહ્યું છે. વીડિયોમાં “રોબોટિક કેફે” નામનો સ્ટોલ ગ્રાહકોને બરફના ગોલા સર્વ કરવા માટે રોબોટનો ઉપયોગ કરતો જોવા મળે છે. અમદાવાદમાં આ પ્રકારનો આ પ્રથમ અનુભવ હોવાનું કહેવાય છે. લોકો રોબોટને ખૂબ પસંદ કરી રહ્યા છે.

તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. આ વીડિયો ફૂડ વ્લોગર કાર્તિક મહેશ્વરીએ શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, ‘રોબોટ બરફના ગોળા પીરસે છે. અમદાવાદમાં પ્રથમવાર. આ પછી ગોળાની કિંમત 40 રૂપિયા જણાવવામાં આવી. કેપ્શનમાં લખ્યું છે કે તે સંપૂર્ણપણે સ્વચ્છ અને સંપૂર્ણ સ્વચાલિત છે.

આ બરફના ગોળા પણ બાકીના કરતા અલગ છે. ચોકલેટ સીરપને દૂધમાં ભેળવવામાં આવે છે, ત્યારબાદ તેને મશીનમાં મૂકવામાં આવે છે, જેના કારણે પ્રવાહીનું સ્વરૂપ ઘન બની જાય છે. પછી ફ્રીઝ કર્યા પછી જે મશીનમાંથી બહાર આવે છે, તેના પર ચોકલેટ સીરપ અને ચેરી તેમજ ડ્રાય ફ્રૂટ્સથી તેને ડેકોરેટ કરવામાં આવે છે.

આ અમદાવાદનું સૌથી અનોખો કેફે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kartik Maheshwari (@real_shutterup)

Shah Jina