મહેંદી સેરેમની પર પરિવારે આપ્યુ દુલ્હનને ખાસ સરપ્રાઇઝ, વીડિયો જોઇ તમે પણ થઇ જશો ઇમોશનલ
લગ્ન એ કોઈપણ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો હોય છે. આવી સ્થિતિમાં તેમના સિવાય પરિવારના બાકીના લોકો પણ તે દિવસને ખાસ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. ઘણીવાર લોકો લગ્ન પહેલાની સેરેમનીમાં અલગ-અલગ ડાન્સ પરફોર્મન્સ આપે છે અને ક્યારેક વર-કન્યાને અનોખી ભેટ આપી આશ્ચર્યચકિત પણ કરી દે છે.
ત્યારે હાલમાં જ એવા એક લગ્નના કાર્યક્રમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે મહેંદીના સેરેમનીનો છે. દુલ્હન જ્યારે પ્રવેશે છે ત્યારે પરિવારના તમામ સભ્યો તેના સ્વાગત માટે હાથમાં દીવા લઈને ઘૂંટણિયે બેઠા હોય છે અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યુ છે – ‘ચંદા મેરે ચંદા, તુજે કેસે મેં યે સમજીઉં, મુજે લગતી હે તુ કિતની પ્યારી રે…
પરિવારનો આ પ્રેમ જોઇ દુલ્હન ભાવુક થઇ જાય છે અને આ પછી દુલ્હો આવી તેના માટે ડાન્સ કરે છે. આ પછી દુલ્હન વધુ આશ્ચર્યચકિત થઈ જાય છે અને હસવા લાગે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @mahiparmar_04 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યુઝ મળ્યા છે અને લાખો લાઇક્સ પણ મળી છે. આ હૃદયસ્પર્શી વિડિયોમાં કન્યા અને તેના પરિવાર વચ્ચેના પ્રેમની સુંદરતા જોવા મળે છે.
View this post on Instagram