લો હવે.. આ યુવકે કમ્પ્યુટરના મધર બોર્ડ પર શેકીને બનાવ્યો આલુ પરોઠો, વીડિયો જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે, જુઓ

ગજબના જુગાડુ પડ્યા છે દેશમાં ! ગેસ અને તવો નહોતો તો ભાઈએ મધરબોર્ડ પર શેકી નાખ્યા પરાઠા, જુગાડ જોઈને સ્વિગી વાળા પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

Plum paratha on motherboard : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ તથા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે કે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. કેટલાક એવા ગજબના જુગાડ લઈને આવે છે કે તે જોઈને લોકો હક્કાબક્કા પણ રહી જતા હોય છે. આવા ઘણા વીડિયો છે જે તમને આશ્ચર્યચકિત કરી દે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર પરાઠાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ પરાઠાને કોઈ પણ તવા પર શેકવામાં નથી આવી રહ્યું પરંતુ તેને કમ્પ્યુટરના CPU અને મધરબોર્ડ પર શેકવામાં આવી રહ્યું છે. ખાવા-પીવાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. યુઝર્સ પણ તેને જોવાનું પસંદ કરે છે.

હાલમાં, સોશિયલ મીડિયા પર સીપીયુની સપાટી પર એક વ્યક્તિ આલુ પરાઠા બનાવતો બતાવવામાં આવ્યો છે. યુવક મધર બોર્ડ પર પરાઠા શેકતો પણ જોવા મળે છે. મધરબોર્ડ પર કાળજીપૂર્વક તેલ લગાવવાની સાથે પરાઠાને ગરમ કરતા પણ જોવા મળે છે. જો કે વિડિયોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ જોખમી હોઈ શકે છે, તેથી તેને ઘરે અજમાવશો નહીં. યુવક પરાઠાને નાની ચીપીની મદદથી ફેરવીને શેકતો જોવા મળે છે.

વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે કોઈ સીપીયુ પર પરોઠા કેવી રીતે શેકી શકે છે. વાયરલ વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પહેલા CPU પર પણ ઓમેલેટ બનાવવામાં આવી છે. વીડિયોને લાખો લોકો લાઈક કરી ચુક્યા છે. ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ પણ કોમેન્ટ કરીને જણાવ્યું કે “મધરના હાથના પરાઠા નહિ, મધરબોર્ડ પર બનાવેલું ખાવાનું હા !”

 

View this post on Instagram

 

A post shared by LET’s TECH (@lets_tech_official)

Niraj Patel