મુંબઇ લોકલ ટ્રેનમાં છોકરીએ કર્યો ભોજપુરી ગીત ‘સૈંયા મારે સટા સટ’ પર અશ્લીલ ડાંસ, વીડિયો વાયરલ થવા પર રેલવેએ આપી પ્રતિક્રિયા

ચાલતી ટ્રેનમાં યુવતીએ અશ્લીલ ડાન્સ કરતા જ મચી ગઈ ચકચાર, વીડિયો જોઈને તમારો પણ મગજ છટકી જશે- જુઓ

સોશિયલ મીડિયાના આ જમાનામાં ટ્રેનો, રેલવો પ્લેટફોર્મ અને અન્ય જાહેર સ્થળો પર ડાંસ કરી અથવા તો અશ્લીલ હરકતો કરી વીડિયો બનાવવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી છે. સોશિયલ મીડિયા પર થોડા ઘણા વ્યુઝ અને થોડી લાઇક્સ મેળવવા માટે લોકો કોઇ પણ હદ પાર કરી દે છે.

આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાં એક છોકરી મુંબઇની લોકલ ટ્રેનમાં ભોજપુરી ગીત પર અશ્લીલ ડાંસ કરતી જોઇ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અચાનક છોકરી તેની સીટ પરથી ઉઠે છે અને સેંસેશનલ ડાંસ કરવા લાગે છે. યુવતિના ડાંસ મુવ્સ આસપાસ બેસેલા યાત્રિઓને પણ શર્મિંદા કરી રહ્યા છે.

યુવતિના ડાંસ સાથે જ યાત્રી અસહજ થઇ રહ્યા છે અને ઊભા થઇ જઇ રહ્યા છે. ઇન્ટરનેટ પર તહેલકો મચાવવા વાળી આ ડાંસ રીલની ફરિયાદ એક યુઝર દ્વારા રેલવને કરાઇ, જેના પર રેલવેના ટ્વિટર હેન્ડલથી પ્રતિક્રિયા પણ આપવામાં આવી. મુંબઇ રેલવે પોલિસ આયુક્તાલયે મધ્ય રેલવે સુરક્ષા વિભાગને ઘટનાની તપાસ કરવા અને આવશ્યક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. આ વચ્ચે ડાંસ રીલ પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એકે લખ્યુ- પબ્લિક પ્લેસ પર આ રીતની અશ્લીલ ગતિવિધિઓને ઇજાજત ન આપો…રેલવેને સિસ્ટમની કંઇ મર્યાદા બનાવી રાખવી જોઇએ. એક અન્ય યુઝરે લખ્યુ- ટ્રેનો અને મહાનગરોમાં આ રીતની અશ્લીલતા દિવસેને દિવસે વધતી જઇ રહી છે, આ રીતના અશ્લીલ ડાંસ અને અશ્લીલ હરકતો વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કેમ નથી કરી રહ્યુ.

Shah Jina