શિક્ષણની દુનિયાને મોટું લાંછન: ગઢડામાં ટીચરે પંપાળી છઠ્ઠા ધોરાણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનીને પંપાળીને કર્યું ગંદું કામ
ગુજરાતમાંથી છાસવારે મહિલાઓ પર અત્યાચાર અને સગીરાઓ પર દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર અનેક સંબંધો લજવાય છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ગુરુ-શિક્ષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો છે. એક શિક્ષકને છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે લગાવ થઇ ગયો અને તેણે વિદ્યાર્થીનીને પ્રેમના પાઠ પણ ભણાવ્યા. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શિક્ષકે સભાનતા ગુમાવતા ગુરૂ શિષ્યની પરંપરાને લાંછન લગાવતા શિક્ષકને સસ્પેન્ડ કરાયા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો, ગઢડાના પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શબીરભાઈ અહેમદભાઈ બોળાતર કે જેની ઉંમર 35 વર્ષિય છે તે ઓનલાઇન શિક્ષણની આડમાં વિદ્યાર્થીની સાથે વાત કરતો અને તેને વીડિયો કોલ પણ કરતો. પરંતુ તેણે વિદ્યાર્થીનીને ગિફ્ટ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીના પરિવારને થતા તેમણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસે શબીર વિરુદ્ધ પોસકો હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.

આ ઘટનાને લઇને વિદ્યાર્થિનીના વાલીઓ સહિત લોકોએ સમગ્ર બાબતે ઉંડી તપાસ કરતા આ શિક્ષકના કારનામા બહાર આવતા પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હતો. પોલીસે આ ઘટના બાબતે તજવીજ હાથ ધરી હતી અને ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. ત્યારે આ બાબતે પી.એસ.આઈ. તથા પોલીસ સ્ટાફે વધુ તપાસ હાથ ધરતા ગઢડા મુકામે રહેતા શિક્ષક શબ્બીરની ધરપકડ કરવામાં આવી હતી.