સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રેડિંગ ગીત ‘ગુલાબી શરારા’ પર ટીચરે કર્યો જોરદાર ડાંસ, વાયરલ થયો વીડિયો

જ્યારે ટીચરે વિદ્યાર્થીનીઓ સાથે લગાવ્યા ઠુમકા, ગુલાબી શરારા પર ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ફિજિક્સ ટીચરે ‘ગુલાબી શરારા’ પર બતાવ્યા જોરદાર ડાંસ મૂવ્સ, યુઝર્સ બોલ્યા- અમારે પણ જોઇએ એડમિશન

છેલ્લા કેટલાક દિવસોથી ગુલાબી શરારા ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે. ત્યારે હવે આ ગીત પર એક ટીચરનો વિદ્યાર્થીનીઓ સાથેનો ડાંસ ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીની અને ટીચર શાનદાર અંદાજમાં ઠુમકા લગાવી રહ્યા છે. ડાંસ દરમિયાન બધાના ચહેરા પર મુસ્કાન જોવા મળી રહી છે. જેને જોઇને ખબર પડે છે કે બધા ખૂબ એન્જોય કરી રહ્યા છે.

‘ગુલાબી શરારા’ પર ટીચરે કર્યો જોરદાર ડાંસ

આ વીડિયોને ફિટનેસ ટ્રેનર કાજલ અસુદાનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે વિદ્યાર્થીનીઓ ટીચર સાથે સ્કૂલમાં છે અને આ દરમિયાન ટીચરે સાડી પહેરી રાખી છે, જ્યારે વિદ્યાર્થીનીઓ સ્કૂલ ડ્રેસમાં છે. સ્ક્રીન પર ટેક્સ્ટ લખ્યા છે કે જ્યારે તમારી ફિજિક્સ ટીચર ડાંસ કરવા લાગી જાય ‘When Your Physics Teacher has got some moves’.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

વીડિયો પર ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યુ- ખૂબ જ મસ્ત, એક અન્ય ફિજિક્સ ટીચર તરફથી. તો બીજા એકે લખ્યુ- આવી ટીચર તો હું પણ ડિઝર્વ કરુ છુ. તો અન્ય એકે લખ્યુ- અમારા સમયે આવી ટીચર કેમ નહોતી. ત્યાં બીજાએ લખ્યુ- મારે આ સ્કૂલમાં એડમિશન જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Kajal Asudani❤️ (@kajalasudanii)

Shah Jina