તારા સુતારિયા અને આદર જૈને સેલિબ્રેટ કરી શાનદાર વિલામાં બર્થ ડે પાર્ટી, જુઓ વૈભવી પાર્ટીની તસવીરો

કપૂર ખાનદાનની થનારી નવી વહુએ હોટ ડ્રેસમાં મચાવી દીધી ધમાલ, જુઓ લક્ઝુરિયસ વિલાની તસવીરો

“હૈલો ચાર્લી” અને “કેદી બંધ” ફેમ આદર જૈનનો ગુરુવાર 5 ઓગસ્ટે જન્મદિવસ હતો. આદરની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી તારા સુતારિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શર્ટલેસ તસવીર શેર કરી બર્થ ડે વિશ કર્યુ હતુ. આ કપલે અલીબાગના એક લગ્ઝરી વિલામાં મિત્રો સાથે પાર્ટી સેલિબ્રેટ કરી હતી. આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો હાલ સામે આવી છે.

આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તારા તેના બોયફ્રેન્ડ આદર પર ખૂબ પ્રેમ લૂંટાવી રહી છે. ત્યાં મિત્રોની ટોલી સ્વિમિંગ પુલમાં ધમાલ મચાવતી જોવા મળી રહી છે. અલીબાગના વિલા મૈગ્નોલિયામાં તારાએ આદરની બર્થ ડે પાર્ટી કરી હતી.

સાંજે તારા વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી, ત્યાં તે દિવસભર મિત્રો સાથે પુલમાં સ્વિમસૂટમાં મસ્તી કરતી જોવા મળી હતી. સાંજ ઢળતા જ બારબેક્યુની પણ વ્યવસ્થા હતી. કેક કટિંગ સેરેમની બાદ તારા સુતારિયાએ આદર જૈનને કેક ખવડાવી હતી, જે તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન આદર જૈનનો મોટો ભાઇ અરમાન જૈન પણ જોવા મળ્યો હતો. તે ગાર્ડન એરિયામાં બારબેક્યુ પર કંઇક પકાવતા નજરે પડ્યો હતો. હિંદુસ્તાન ટાઇમ્સની રીપોર્ટ અનુસાર, અલીબાગના આ લગ્ઝરી વિલામાં 5 બેડરૂમ, ગાર્ડન એરિયા અને સ્વિમિંગ પુલ છે. વિલાનું એક રાતનું ભાડુ 50 હજાર રૂપિયા જણાવવામાં આવી રહ્યુ છે.

તારા અને આદર આમ તો પોતાના સંબંધ પર પબ્લિકલી વાત કરવાથી બચે છે, પરંતુ બાકી સેલિબ્રિટીથી અલગ તેમણે એ કંફર્મ જરૂર કર્યુ છે કે તે બંને રિલેશનમાં છે. એવું જણાવવામાં આવે છે કે, બર્થ ડે પ્લાનિંગ બધુ તારા સુતારિયાએ કર્યુ હતુ. તારાએ એક વાર આદર જૈન વિશે કહ્યુ હતુ કે, તે મારા માટે ખૂબ ખાસ છે. તે મારા જીવનમાં ખુશીઓ લઇને આવ્યો છે. સારુ લાગે છે જયારે લોકો તમારા પ્રેમને જોઇને ખુશ થાય છે.

આ બર્થ ડે પાર્ટીની તસવીરો મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ઇટાઇમ્સ સાથે વાતચીત દરમિયાન આદર જૈનને લગ્નને લઇને સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે કહ્યુ હતુ કે, હાલ તો આ વિશે કંઇ વિચાર્યુ નથી. આદરે કહ્યુ કે, તારા સાથે સમય વીતાવવો સારો લાગે છે, પરંતુ બંને કરિયર પર ફોક્સ કરી રહ્યા છે. લગ્ન હાલ તેમની પ્રાયોરિટીમાં નથી.

તમને જણાવી દઇએ કે, આદર જૈન નોનવેજના શોખીન છે. આ મોકા પર તે બનાવતા પણ જોવા મળી રહ્યા છે. તસવીરો જોતા એવું લાગી રહ્યુ છે કે, આદર જૈનનો બર્થ ડે ઘણો શાનદાર રહ્યો. તારા સુતારિયા અને આદર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Shah Jina