‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની શિવાની બુઆ ઉર્ફે ટીવી અભિનેત્રી તન્વી ઠક્કરના ઘરે ગુંજી કિલકારી, જાણો શું આવ્યું બેબી કે બાબો ?

‘શાકા લાકા બૂમ-બૂમ’ ફેમ એક્ટર બન્યો પિતા, તસવીર શેર કરી બતાવી ન્યુ બોર્ન બેબીની ઝલક..જાણો બેબી ગર્લ આવી કે બોય ?

Tanvi And Aditya Welcome Baby Boy: ટીવી અભિનેત્રી તન્વી ઠક્કર અને તેના પતિ આદિત્ય કપાડિયા માતા-પિતા બની ગયા છે. કપલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવજાત ન્યૂ બોર્ન બેબી સાથે ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે. તન્વી ઠક્કરે તાજેતરમાં જ એક છોકરાને જન્મ આપ્યો છે. કપલના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો છે. કપલે ઇન્સ્ટાગ્રામ પર ન્યૂ બોર્ન બેબી બોય સાથેની એક ક્યૂટ તસવીર પણ શેર કરી છે.

તન્વી અને આદિત્યના પુત્રનો જન્મ 19 જૂને થયો હતો. પોતાના લાડલા સાથેની તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “બધું અહીંથી શરૂ થાય છે.” ત્યારે હવે કપલના ગુડ ન્યુઝ શેર કરતા જ ચાહકો અને સેલેબ્સ કપલને માતા-પિતા બનવાની ખુશી માટે અભિનંદન આપી રહ્યા છે. કિશ્વર મર્ચન્ટે તન્વી અને આદિત્ય કાપડિયાને અભિનંદન આપતા લખ્યું, “તમને લોકોને અભિનંદન.”

જ્યારે માનસી શ્રીવાસ્તવે લખ્યું, “ઓહ, અભિનંદન, અભિનંદન.” અપર્ણા દીક્ષિતે શુભેચ્છા પાઠવતા લખ્યુ “ઓહ માય ગોડ, તમને બંનેને અભિનંદન! આશીર્વાદ અને પ્રેમ.” જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પલક સિંધવાનીએ લખ્યું, “વાહ, અભિનંદન મિત્રો.” વત્સલ સેઠે પણ નવા મમ્મી-પપ્પાને શુભેચ્છા પાઠવી હતી.

તન્વીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર તેના બાળકના જન્મની જાહેરાત કરતા એક તસવીર શેર કરી હતી, જેમાં કપલ પારણામાં સૂતેલા તેમના પુત્રને પ્રેમથી જોઈ રહ્યાં છે. ફોટામાં તેણે પોતાના પુત્રના ચહેરાને હાર્ટ ઇમોજીથી ઢાંકી દીધો હતો. ‘ગુમ હૈ કિસી કે પ્યાર’ ફેમ અભિનેત્રીએ 19 જૂને પુત્રને જન્મ આપ્યો હતો. જણાવી દઇએ કે, તન્વી ઠક્કર અને આદિત્ય કપાડિયાએ સગાઇના લગભગ સાત વર્ષ બાદ 2021માં લગ્ન કર્યા હતા અને બંને હવે 2023માં માતા-પિતા બની ગયા છે.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં તન્વીના પાત્ર વિશે વાત કરીએ તો તે કામિની મલ્હોત્રાની જગ્યાએ શોમાં જોડાઈ હતી. તેણે આ શોમાં શિવાની બુઆનું પાત્ર ભજવ્યું હતું. અભિનેત્રીએ લાંબા સમય સુધી શોમાં કામ કર્યું અને બાદમાં શો છોડી દેવાનો નિર્ણય કર્યો. તેને શિવાની બુઆ તરીકે શોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Shah Jina