‘ધ કપિલ શર્મા શો’ના આ સીઝનનો છેલ્લો એપિસોડ થયો શૂટ, સેટ પર મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળ્યા સુમોનાથી લઇને કૃષ્ણા અભિષેક

‘ધ કપિલ શર્મા શો’ થઇ રહ્યો છો ઓફ એર, જાણો ક્યારે આવશે શોનો છેલ્લો એપિસોડ, સુમોનાએ પોસ્ટ કરી રેપ-અપ તસવીરો

The Kapil Sharma Wrap Up: ‘ધ કપિલ શર્મા શો’ના દર્શકો માટે નિરાશ કરનારા સમાચાર છે. જલ્દી જ આ કોમેડી શોની સિઝન ખત્મ થવા જઇ રહી છે. શોની ટીમે છેલ્લો એપિસોડ હાલમા જ શૂટ કર્યો અને આ દરમિયાન ટીમ મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળી. ‘ધ કપિલ શર્મા શો’એ લોકોને ખૂબ જ હસાવ્યા પણ હવે આ શો ઓફ એર થવા જઇ રહ્યો છે. શોની ટીમે છેલ્લો એપિસોડ ગુરુવાર 22 જૂને શૂટ કર્યો હતો.

ત્યાં કપિલ શર્મા શો ફેમ સુમોના ચક્રવર્તીએ આ દરમિયાનની કેટલીક તસીવરો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે, જેમાં કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા અને શોના ક્રૂ મેમ્બર્સ જોવા મળી રહ્યા છે. તસીવરો પોસ્ટ કરતા સુમોનાએ કેપ્શનમાં લખ્યુ- આ ખત્મ થઇ ગયુ છે. અમારી સક્સેસ માટે રિયલ ટીમ જવાબદાર છે. અમારા ક્રિએટિવ અને રાઇટર. તમને બધાને થેંક્યુ. સુમોનાએ જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે પર્પલ સાડી પહેરેલી જોવા મળી રહી છે.

આ સાથે તેણે લખ્યુ- adios સિઝનની લાસ્ટ સ્કિ્રપ્ટ. સુમોના ઉપરાંત કીકૂ શારદાએ પણ મજેદાર તસવીર પોસ્ટ કરી છે, જેમાં બધા ખૂબ જ ખુશ અને મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળી રહ્યા છે. ત્યાં એક દિવસ પહેલા કપિલ શર્માએ પણ અર્ચના પૂરણ સિંહ સાથે મજેદાર તસવીરો શેર કરી હતી અને જણાવ્યુ હતુ કે તે તેની જર્ની પર TKSSની રાનીને કેવી રીતે યાદ કરશે, તેણે લખ્યુ- આ સિઝનનું છેલ્લુ ફોટોશૂટ અમારા શોની રાની અર્ચના પૂરણ સિંહ સાથે,

અમે તમને યુએસમાં મિસ કરીશું મેમ, તમને ખૂબ પ્રેમ કરુ છુ. જણાવી દઇએ કે, ધ કપિલ શર્મા શો જુલાઇના ફર્સ્ટ વિકમાં ટેલિકાસ્ટ થવાનો બંધ થઇ જશે. તેને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ દ્વારા રિપ્લેસ કરવામાં આવશે. કથિત રીતે શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને બાદશાહ આ શોના જજ છે અને અર્જુન બિજલાની શોને હોસ્ટ કરશે. ત્યાં અમેરિકામાં TKSSનો પહેલો શો 8 જુલાઇનો છે. કપિલ શર્મા શોની સ્ટારકાસ્ટ જલ્દી જ યુએસ ટૂર માટે રવાના થશે.

અર્ચના પૂરણ સિંહ સિવાય કૃષ્ણા અભિષેક પણ આનો ભાગ નહિ બને, જો કે બંનેના પછીથી સામેલ થવાની ઉમ્મીદ છે. કપિલ શર્મા શોને લઇને પહેલા જ કોમેડિયને સ્પષ્ટ કરી દીધુ હતુ કે જૂન કે જુલાઇમાં શો ઓફ એર થઇ જશે. તે થોડો બ્રેક લેવા માગે છે. આ સાથે કપિલે તેના યૂટયૂબ વ્લોગની પણ શરૂઆત કરી છે.

Shah Jina