સની દેઓલના દીકરા કરણે નવી નવેલી દુલ્હનિયા દ્રિશા સાથે શેર કરી તસવીરો, પતિનો હાથ પકડી શરમાતી જોવા મળી દુલ્હન

લગ્નના બંધનમાં બંધાયો સની દેઓલનો દીકરો કરણ અને મંગેતર દ્રિશા આચાર્ય ! લાલ લહેંગામાં જોવા મળી દુલ્હનિયા- મંડપમાંથી સામે આવી તસવીરો

Karan Deol-Drisha Wedding : આખરે એ ક્ષણ આવી ગઈ, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સની દેઓલનો પુત્ર કરણ દેઓલ તેની લેડી લવ દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. કરણ તેની કન્યાને લેવા માટે ઘોડી પર ગયો હતો. કરણ અને દ્રિશાના લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ છે. સાત ફેરા લીધા પછી કરણ અને દ્રિશા કાયમ માટે એકબીજાના બની ગયા છે. 18 જૂનના રોજ બંનેએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા.

આ પછી, અભિનેતાએ તેની દુલ્હન સાથેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. આ સમયે દેઓલ પરિવારમાં જશ્નનો માહોલ છે, કારણ કે કરણ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ કરણના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે,જેમાં કરણની દુલ્હન ડાન્સ કરતી અને મસ્તીભરી રીતે મંડપમાં પ્રવેશ કરતી જોવા મળે છે. દ્રિશાના ચહેરા પરની ખુશી જણાવે છે કે તે દેઓલ પરિવારની વહુ બનીને કેટલી ખુશ છે.

કરણ દેઓલ અને તેની દુલ્હન દ્રિશા આચાર્યના લગ્નની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. લાલ લહેંગામાં સજ્જ દ્રિશા ખૂબ જ સુંદર લાગી રહી છે. લગ્નની વાયરલ તસવીરમાં દ્રિશા અને કરણ મંડપ પર બેઠેલા જોવા મળે છે. દુલ્હનના લુકમાં દ્રીશા ખૂબ જ સુંદર લાગી રહી છે. દ્રિષાના બ્રાઈડલ લુક પરથી ચાહકો તેમની નજર હટાવી શકતા નથી.

તેણે ભારે જ્વેલરી અને ગ્લોઇંગ મેકઅપ સાથે તેના બ્રાઇડલ લુકને કંપલીટ કર્યો હતો. કરણ દેઓલની જાનમાં બધાની નજર તેની માતા અને સની દેઓલની પત્ની પૂજા દેઓલ પર ટકેલી હતી. કરણ દેઓલની માતા પૂજા દેઓલે તેના પુત્રના લગ્નની જાનમાં ગ્રીન લહેંગા પહેર્યો હતો. તેણે લહેંગા સાથે લાંબો શર્ટ ટાઇપ કુર્તો પહેર્યો હતો. તેની સાથે મેચિંગ દુપટ્ટો પણ રાખ્યો હતો. ક્રીમ રંગની શેરવાની અને મેચિંગ પાઘડીમાં કરણ દેઓલ કોઈ રાજકુમારથી ઓછો દેખાઈ રહ્યો નથી.

પૌત્રના લગ્નમાં હાજરી આપવા દાદા ધર્મેન્દ્ર પણ પહોંચ્યા હતા. બ્રાઉન સૂટ અને માથા પર પાઘડી પહેરેલ ધર્મેન્દ્ર હેન્ડમસ હંક લાગી રહ્યા હતા. વરરાજાના પિતા એટલે કે સની દેઓલ આ સમયે સૌથી વધુ ખુશ છે, કારણ કે તેમનો પ્રિય પુત્ર કરણ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. સની દેઓલે તેના પુત્રના લગ્નમાં લીલા અને સફેદ રંગની શેરવાની પહેરી હતી. આ સાથે તેણે માથા પર કિરમજી રંગની પાઘડી પણ બાંધી છે.

સસરા બનવા જઈ રહેલ સનીનો સ્વેગ જોઈને જ બની રહ્યો હતો. કરણ દેઓલની પત્ની જાણીતા ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી છે. કરણ અને દ્રિશાના લગ્નનું ફંક્શન મુંબઈની તાજ લેન્ડ એન્ડ હોટલમાં યોજાયું હતું. લગ્ન બાદ સાંજે રિસેપ્શન પણ રાખવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે કરણ દેઓલે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

જ્યારે દ્રિશાના પિતા સુમિત આચાર્ય અને માતા દુબઈમાં રહે છે. દ્રિશા તેની માતાની પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નેશનલ પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરે છે. દ્રિશા કરણની ફેમિલી ફ્રેન્ડ છે અને બંને એકબીજાને બાળપણથી ઓળખે છે. ફિલ્મ નિર્માતા અને બિમલ રોય અને ધર્મેન્દ્ર વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે અને બિમલ રોયે પણ ધર્મેન્દ્રને તેમના સંઘર્ષના દિવસોમાં ઘણી મદદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina