Isha Koppikar Second Baby: બોલિવૂડ એક્ટ્રેસ ઇશા કોપ્પિકરે ભલે ઈન્ડસ્ટ્રીથી અંતર રાખ્યું હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને એક ખુશખબર આપી છે. ઈશા બીજી વખત માતા બની છે. તેના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે, જેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. ઇશા કોપ્પિકરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે,
જેમાં તે તેના બાળકની અલ્ટ્રાસોનોગ્રાફીની તસવીર પકડીને જોવા મળી રહી છે. આગળ વિડિયોમાં, તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે અને અંતે તે પરિવારના નવા સભ્યનો ચાહકોને પરિચય કરાવે છે. જો કે, આ નાનું મહેમાન એક પપી એટલે કે બેબી ડોગ છે. આ દરમિયાન વીડિયોમાં ઈશાની દીકરી રિયાના પણ જોવા મળે છે અને તે નાનકડા ગલુડિયાને પ્રેમથી પોતાના હાથમાં પકડી રાખે છે.
આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “એક સારા સમાચાર છે, જે હું તમારાથી છુપાવી રહી છું, પરંતુ હવે હું તેને છુપાવી શકતો નથી.” ઉલ્લેખનીય છે કે, અલ્ટ્રાસોનોગ્રાફીની તસવીર જોયા બાદ ફેન્સ વિચારી રહ્યા છે કે ઈશા પ્રેગ્નન્ટ છે પણ એવું નથી. તે ગર્ભવતી નથી, તેણે તેના સુંદર ગલુડિયાને તેના પેટમાં છુપાવ્યુ છે. જે તે તેના ટી-શર્ટની અંદરથી બહાર કાઢે છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યૂઝર્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ઇશા કોપ્પિકરે 29મી નવેમ્બર 2009ના રોજ ટિમ્મી નારંગ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2014માં સુંદર પુત્રી રિયાનાનું સ્વાગત કર્યું હતું. ત્યાં હવે અભિનેત્રી નાના ગલુડિયાનું સ્વાગત કરીને બીજા બાળકની માતા બની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા કોપ્પીકર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે ‘કંપની’, ‘કાંટે’ અને ‘ડોન’ જેવી ફિલ્મોમાં પોતાના સશક્ત પાત્રથી લોકપ્રિયતા મેળવી.
View this post on Instagram