તારક મહેતાના અય્યર હજી પણ છે કુંવારા, તેમને તો એવી છોકરી જોઇએ છે કે…

અય્યર સાઉથ ઇન્ડિયન નથી, રિયલ લાઈફમાં કઈંક આટલા હેન્ડસમ દેખાય છે – જુઓ PHOTOS

ટીવીનો લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 12-13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોના બધા જ પાત્રો તેમના મજાકિયા અંદાજને કારણે જાણિતા છે. આ શોમાં અય્યરનું પાત્ર નિભાવતા તનુજ મહાશબ્દેને આજે કોઇ ઓળખની જરૂર નથી.

તનુજ મધ્યપ્રદેશના દેવાસ છે. તેમનો જન્મ 1980માં થયો હતો. તે અભિનેતા ઉપરાંત રાઇટર પણ છે. “યે દુનિયા હે રંગીન”થી તેમણે શરૂઆત કરી હતી. એક ઇન્ટરવ્યુમાં તેમણે શોમાં એન્ટ્રી વિશે અને ચેલેન્જીંસ તેમજ એક્સપીરિયંસ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યુ કે, ચેલેંજ ઘણુ મોટુ હતુ. ઘણુ ડરાવનુ પણ હતુ. હું મરાઠી કલ્ચરથી હતો. મારે તમિલ કલ્ચરમાં જવાનુ હતુ. અમિત ભાઇએ મને ઘણી તૈયારીઓ કરાવ માટે કહ્યુ હતુ. લુંગી કેવી રીતે પહેરવાની, ચિડાય કેવી રીતે, હસાય કેવી રીતે અને બોલાય કેવી રીતે…

તનુજ કલાકાર થિએટર બેકગ્રાઉન્ડથી છે. તમને જણાવી દઇએ કે, તેમણે લગ્નની વાત પર કહ્યુ કે, પોપટલાલના તો શોમાં લગ્ન થયા નથી પરંતુ મારા તો રિયલ લાઇફમાં નથી થયા. બધુ જ કામ પોતાના હાથમાં છે.

તેમણે એ પણ જણાવ્યુ હતુ કે તેમને છોકરી કેવી જોઇએ છે. તેમણે કહ્યુ, ખૂબસુરત કોઇ વસ્તુ હોતી નથી. સ્વભાવ ખૂબસુરત હોય છે, તમારુ મન ખૂબસુરત હોય છે. તમે કોઇ વ્યક્તિથી કેટલુ જોડાઇ શકો છો.

કોઇ વ્યક્તિ કે કોઇ મહિલા તમે તેના મનથી કેટલુ જોડાવ છો, તે તેના પર નિર્ભર કરે છે. બંને વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. ગુજરાતીઓના ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તનુજ મહાશબ્દે ‘અય્યર’ નો રોલ નિભાવે છે અને તે ઘણા પ્રખ્યાત પણ છે.

તેના સાઉથ ઇન્ડિયનની લેન્ગવેજથી ઓડિયન્સના દિલ જીતતા આવ્યા છે. ભલે તારક મહેતા શોમાં તે પરિણીત પુરુષનો રોલ કરતો હોય પણ રિયલ લાઈફમાં આ અભિનેતા અપરિણીત છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે આવતા વર્ષ 2021 સુધીમાં લગ્ન કરી લેશે.

એક ઈન્ટરવ્યૂમાં ઐય્યરનો રોલ કરતાં એક્ટર તનુજ મહાશબ્દેએ જણાવ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની પોતાની જર્ની વિશે વાત કરી છે. વધુમાં કહ્યું હતું કે ,

“હું શરૂઆતથી જ આ સીરિયલ સાથે જોડાયેલો છું. ખૂબ હાર્ડવર્ક અને ઓડિયન્સના પ્રેમથી અમે આ સીરિયલના 3000 એપિસોડ પૂરા કર્યા છે. મને આજે પણ યાદ છે કે, અમે પહેલો એપિસોડ શૂટ કર્યો ત્યારે અમારામાંથી કોઈએ પણ વિચાર્યું નહોતું કે,

દર્શકોનો આટલો પ્રેમ મળશે અને અમે 3000 એપિસોડ પૂરા કરીશું. અમારા શોને ટીઆરપી મળી રહી છે અમને આશા છે કે, દર્શકોનો પ્રેમ મળતો રહેશે તો અમે ખૂબ આગળ વધીશું.

તમને જણાવી દઈએ કે શો માં ભલે તમિલનાડુનો ઐય્યરનો રોલ કરતો હોય પણ અસલ જીવનમાં તે મૂળ મધ્યપ્રદેશનો છે. તનુજે પોતાના વિશે જણાવતા કહ્યું, “હું મધ્યપ્રદેશના દેવાસ સીટીથી બિલોન્ગસ કરું છું પરંતુ મને જ્યારે ઐય્યરનો રોલ ઓફર થયો તો મને ઘણો જ પસંદ આવ્યો. એક તો મારો રંગ શ્યામ છે અને બીજું મને લાગ્યું કે હું આ રોલ સારી રીતે નિભાવી શકીશ.

જો કે આ રોલની તૈયારી માટે મેં અમુક દિવસ ચૈન્નાઈમાં વિતાવ્યા હતા. ત્યાંના લોકોની રહેણીકરણી સમજવાની કોશિશ કરી અને પછી એ મારી જાતને પાત્રમાં ઢાળી દીધી. મને ખુશી છે કે દર્શકોને મારું પાત્ર પસંદ આવે છે.” માતૃ દિવસ પર તનુજ મહાશબ્દેએ આ એક ખાસ પોસ્ટ શેર કરી હતી અને લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tanuj Mahashabde (@tan_mahashabde)

Shah Jina