લો બોલો.. હવે પાનમાં પણ આવી વેરાયટી, બનારસી બાદ બજારમાં આવ્યું તંદુરી પાન, વીડિયો જોઈને લોકો બરાબર બગડ્યા, જુઓ

તંદુરી પાનને જોઈને લોકોનો ગયો પિત્તો, કહ્યું “અંદર ચિકન લેગ પીસ પણ નાખવો હતો ભાઈ..” જુઓ વીડિયો

બજારની અંદર અલગ અલગ પ્રકારના પાન મળતા તમે જોયા હશે, જેમાં બાનરસી, કલકત્તી અને કપૂરી પાન જેવા પાનનો સમાવેશ થતો હોય છે. હવે તો બજારમાં ફાયર પાન પણ મળે છે જેને લોકોએ પસંદ કર્યું છે, પાનની અંદર વિવિધ ફ્લેવર પણ એડ કરવામાં આવે છે જેના કારણે પાનનો સ્વાદ વધુ ખાસ બનતો હોય છે, પરંતુ હાલ એક તંદુરી પાનનો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો પણ બગડ્યા છે.

પાનના રસિયાઓ આપણને ગલીએ ગલીએ મળી જશે. આપણે ત્યાં હોટલમાં જમ્યા બાદ કે લગ્નમાં પણ પાન ખુબ જ ખાવામાં આવે છે, ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયોએ પાન રસિયાઓના મૂડને બગાડી નાખ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પહેલા પાન લે છે અને પછી તેના પર કાથો, ચૂનો અને ચટણી લગાવે છે, તેના બાદ પાનને ઘસે છે. પછી ગુલકંદ અને બીજા મસાલા તે એક માટીના વાટકામાં રાખે છે અને તેને એક સગડી પર મૂકે છે. આ બંને વાટકા પર તે પાન રાખે છે અને પછી તેમાં કોલસાનો ધુમાડો કરે છે અને ઢાંકી દે છે.

થોડીવાર પછી તે પાન બહાર કાઢે છે અને સાથે મુકેલા મસાલા મિક્સ કરીને ગ્રાહકને ખાવા માટે આપે છે, આ પાન ઘણા લોકોને પસંદ આવી રહ્યું છે તો ઘણા લોકો આ પાનને જોઈને કોમેન્ટ કરી રહ્યા છે કે તેમાં ચિકન લેગ પીસ પણ નાખી દેવો હતો ભાઈ. તો કોઈ પાનને પાન જ રહેવા દેવાની વાત જણાવી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આ પાન મળતું હોવાનો દાવો કરાયો છે.

Niraj Patel