નાના લાડલા ભાઇને મળવા હોસ્પિટલ પહોંચ્યો કરીનાનો દીકરો, નાના રણધીરે જણાવ્યુ કે મોટો ભાઇ બનવા પર કેવું હતુ તૈમુરનું રિએક્શન
પટૌડી પરિવારમાં હવે એક નવા સભ્ય આવી ગયા છે. કપૂર પરિવારની દીકરી અને પટૌડી પરિવારની વહુ કરીના કપૂરે રવિવારે સવારે તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ સાથે જ સૈફ અલી ખાન ચાર બાળકોના પિતા બની ગયા છે.
કરીના કપૂરને શનિવારે રાત્રે મુંબઇના બ્રિજ કૈંડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. કરીના અને સૈફે વર્ષ 2020માં ઘોષણા કરી હતી કે, તેઓ ફરી એક વાર પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે.
કરીના કપૂરનો પહેલો દીકરો તૈમુર અલી ખાન રવિવારે માતા કરીના અને નાના ભાઇને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. આ વચ્ચે તૈમુર અલી ખાનના નાના અને કરીના કપૂરના પિતા રણધીર કપૂરે જણાવ્યુ હતુ કે, મોટો ભાઇ બનવા પર તૈમુરનું રિએકશન કેવું હતું.
તેમણે જણાવ્યુ કે, તૈમુર તેના ભાઇને લઇને ખૂબ ખુશ છે. સૈફ પણ તેમના બીજા બાળકને લઇને ખૂબ જ ખુશ છે.
હોસ્પિટલ જતા સમયે સૈફ અલી ખાન અને તૈમુર અલી ખાનની તસવીરો પેપરાજીએ ક્લિક કરી હતી. તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયાથી એ જાણકારી મળી છે કે, કરીના કપૂરે દીકરાને જન્મ આપ્યો છે.
કરીના કપૂરની ડિલીવરીની પુષ્ટિ તેમના પરિવાર તરફથી સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવી છે. સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાન અને કરીના કપૂરની કઝિન રિદ્ધિમા કપૂરે આ વાત જણાવતા ખૂબ જ શુભકામનાઓ પાઠવી છે.
રિદ્ધિમા કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા કરીના અને સૈફને શુભકામના પાઠવી હતી.
કરીનાની ડિલીવરીના જાણ થતા જ પિતા રણધીર કપૂર પણ હોસ્પિટલ માટે રવાના થયા હતા.
તમને જણાવી દઇએ કે, બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને તેની પ્રેગ્નેંસી દરમિયાન છેલ્લા સમય સુધી કામ કર્યુ છે. સૈફ તેમનું બધુ કામ પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે તેઓ પત્ની કરીના તેમના બીજા બાળક સાથે સમય પસાર કરશે.
View this post on Instagram
કરીના કપૂૃર અને સૈફ અલી ખાને 16 ઓક્ટોબર 2012માં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા અને તે બાદ તેમણે વર્ષ 2016માં તેમના પહેલા બાળક તૈમુરને જન્મ આપ્યો હતો.