ટાર્જન ફિલ્મની દ વન્ડર કાર યાદ છે? હવે થઇ ગઈ છે આવી હાલત

આ ફિલ્મ કોણે કોણે જોઈ છે? વૈભવી ગાડીની અત્યારની હાલત જોઈને ચકિત થઇ જશો

બોલીવુડમાં ઘણી ફિલ્મો આવે છે અને જાય છે પણ અમુક ખાસ વસ્તુઓ લોકો વચ્ચે અનોખી છાપ છોડી જાય છે અને લોકોને હંમેશા યાદ રહે છે. એવું જ કંઈક થયું છે વર્ષ 2004 માં આવેલી ફિલ્મ ટાર્જન:દ વન્ડર કાર સાથે.

Image Source

ફિલ્મમાં અભીનેતા અજય દેવગન, વત્સલ શેઠ અને આયેશ ટાકિયા મુખ્ય કિરદારમાં જોવા મળ્યા હતા, ફિલ્મ જો કે દર્શકોને કઈ ખાસ પસંદ આવી ન હતી પણ ફિલ્મમાં ઉપીયોગમાં લેવામાં આવેલી કારે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મમાં ચમચમાતી દેખાતી આ કારને જો તમે આજે જોશો તો ઓળખી પણ નહિ શકો.

આ કારને ફેમસ ઓટોમોબાઇલ ડિઝાઇનટ દિલીપ છાબડીયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. ફિલ્મમાં આ કારના ઘણા સ્ટંટ દેખાડવામાં આવ્યા હતા જે કોઈ સાધારણ કાર ન કરી શકે.

ફિલ્મ પછી આ કારે દર્શકો વચ્ચે અલગ જ છાપ બનાવી દીધી હતી. આ ગાડી વર્ષ 1991 માં આવેલી ટોયોટા MR2 પર બેસ્ડ હતી. આજે આ કારણ ખુબ ખરાબ હાલત થઇ ગઈ છે, અને તે કબાડખાનામાં પડી છે.

Image Source

કહેવામાં આવે છે કે ફિલ્મ ફ્લોપ થયા પછી આ ગાડી માર્કેટમાં લોન્ચ થઇ શકી ન હતી અને તેને લીધે તેની ખરાબ હાલત થઇ ગઈ છે.

દિલીપ છાબડીયાએ આ કારને બે કરોડ રૂપિયામાં વેંચવા માટે રાખી હતી, જો કે તેને કોઈએ ખરીદી ન હતી. અમુક વર્ષો પછી કારની કિંમત ઘટાડીને 35 લાખ કરવામાં આવી, છતાં પણ કારનું કોઈ ખરીદદાર મળ્યું ન હતું. ત્યારથી લઈને આજ સુધી આ કાર કબાડીખાનામાં જ પડેલી છે.

Krishna Patel