શું તમે જાણો છો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સાથે જોડાયેલા આ અંદરના સત્યો

રોજ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો જોનારા પણ નહિ જાણતા હોય શો સાથે જોડાયેલી આ વાતો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો ટીવીનો એવો શો છે, જેના દર્શકોએ શોના ચાઇલ્ડ આર્ટિસ્ટને મોટા થતા જોયા છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો અને હજી સુધી આ શો ટીવી પર પ્રકાશિત થઇ રહ્યો છે.

આ શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. પરંતુ આ શોના કેટલાક ફેક્ટ્સ છે જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોવ.

1.ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ : વર્ષ 2020માં ત્રણ હજાર એપિસોડ કરવા સાથે આ ટીવી શોએ ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલનાર સિટકોમ હોવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો અને છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

2.બાપુજી બનવાના હતા દિલીપ જોશી : શરૂઆતમાં દિલીપ જોશીને શોમાં બાપુજીની ભુમિકા નિભાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે ના પાડી દીધી હતી. પછી મેકર્સે દીલિપ જોશીને શોના મુખ્ય પાત્રના રૂપમાં કાસ્ટ કરી લીધા. જેમણે તેમને અમર કરી દીધુ.

3.જેઠાલાલથી ઉંંમરમાં નાના છે બાપુજી : શોમાં બાપુજીનું પાત્ર અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે. જે જેઠાલાલ એટલે કે દીલિપ જોશીના પિતા બતાવવામાં આવ્યા છે. પરંતુ તમને જણાવી દઇએ કે, અસલ જીવનમાં તે બંને વચ્ચે 6 વર્ષનો ફરક છે અને દિલીપ જોશી અમિત ભટ્ટ કરતા મોટા છે. દિલીપ જોશીનો જન્મ 1968માં થયો હતો જયારે અમિત ભટ્ટનો જન્મ વર્ષ 1974માં થયો હતો.

4.કયારેક 50 રૂપિયા કમતા હતા દીલિપ : એક ઇન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યુ હતુ કે, મેં થિયેટરમાં એક બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યુ હતુ. તે સમયે કોઇ પણ મને રોલ આપવા માટે તૈયાર ન હતુ. મને એક પાત્ર નિભાવવાના 50 રૂપિયા મળતા હતા. પરંતુ મેં કયારેય પણ આ વાતની પરવાહ કરી નહિ.

5.ટપ્પુ અને ગોગીનો છે રિયલ લાઇફમાં સંબંધ : શોમાં પહેલા ટપ્પુનો રોલ ભવ્ય ગાંધી નિભાવતો હતો. શોના ગોગી એટલે કે સમય શાહ અને ભવ્ય ગાંધી અસલ જીવનમાં ભાઇ છે. હવે ટપ્પુનું પાત્ર રાજ અનડકટ નિભાવી રહ્યો છે.

6.પત્રકાર પોપટલાલ કે જે કુંવારા બતાવ્યા છે, તેઓ 3 બાળકોના પિતા છે : પત્રકાર પોપટલાલના લગ્ન કયારે થશે, શોમાં આ મહત્વનો સવાલ છે પરંતુ જણાવી દઇએ કે, અસલ જીવનમાં શ્યામ પાઠકના લગ્ન થઇ ગયા છે અને તેઓને ત્રણ બાળકો છે.

7.દયા અને સુંદરલાલ બંને રિયલ લાઇફમાં ભાઇ બહેન છે : શોમાં દયાબેન અને સુંદરલાલનું પાત્ર નિભાવતા દિશા વાાકાણી અને મયૂર વાકાણી બંને અસલ જીવનમાં ભાઇ-બહેેન છે. જો કે, દિશા વાકાણી 2017થી આ શોનો ભાગ નથી. હાલ તો શોમાં તેમની જગ્યા ખાલી છે.

8.આત્મારામ ભિડે રિયલ લાઇફમાં એન્જીનિયર છે : સોસાયટીના એકમાત્ર સેક્રેટરી અને શિક્ષક મહોદય આત્મારામ ટુકારામ ભિડેનું પાત્ર મંદાર ચંદવાડકર નિભાવી રહ્યા છે. જણાવી દઇએ કે, તેઓ રિયલ લાઇફમાં મિકેનિકલ એન્જીનિયર છે. તેમણે દુબઇમાં ત્રણ વર્ષો સુધી એન્જીનિયર તરીકે કામ પણ કર્યુ છે.

9.લોકોની પસંદ પર બન્યા છે તન્મય શોમાં બાઘા : તન્મય વેકરિયા કે જે શોમાં બાઘાનું પાત્ર નિભાવી રહ્યા છે તેમના પાત્રને લઇને મેકર્સ દ્વારા શરૂઆતમાં કોઇ યોજના બનાવવામાં આવી ન હતી. તેમને કયારેક રિક્ષા ચાલક તો કયારેક ટેક્સી ડ્રાઇવર બતાવવામાં આવતા. પરંતુ ઘનશ્યામ નાયક છુટ્ટી પર હતા તો બાઘાને જેઠાલલાની દુકાનની દેખરેખ માટે લાવવામાં આવ્યો હતો. દર્શકોને આ પાત્ર ઘણુ ગમ્યુ તો નિર્ણય કરવામાં આવ્યો કે આ પાત્ર શોમાં બનેલુ રહેશે.

10.શોમાં આવી રીતે થઇ હતી ઐય્યર ભાઇની એન્ટ્રી : કૃષ્ણન સુબ્રમણ્યમ ઐય્યરની ભૂમિકા નિભાાવનાર તનુજ મહાશબ્દે શરૂઆતમાં શોના લેખકોમાંના એક હતા. એ દિલીપ જોશી હતી જેમણે શોમાં એક બંગાળી-તમિલિયન કપલને સામેલ કરવાનો આઇડિયા આપ્યો હતો.

Shah Jina