મનોરંજન

‘તમે જ સાચા હોવ છો, હંમેશા એક્ટર્સ જ ખોટા હોય છે’, વિવાદ બાદ તાપસી પન્નુએ જોડ્યા પેપરાજી સામે હાથ ! જુઓ વીડિયો

કંગના રનૌત પછી તાપસી પન્નુ એકમાત્ર બોલીવુડ અભિનેત્રી છે જે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાપસી પન્નુ અવાર નવાર કંઈકના કંઇક એવું નિવેદન આપે છે, જે તેને ચર્ચામાં લાવે છે. તાજેતરમાં તાપસી પન્નુએ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ વિશે નિવેદન આપ્યું હતું, જેના પછી તે સમાચારમાં આવી હતી. ત્યારે ફરી એકવાર તાપસી પન્નુનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પેપરાજી સાથે આરગ્યુમેન્ટ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તાપસી પેપના વર્તનથી નારાજ જોવા મળી રહી છે.

વીડિયો સામે આવતાની સાથે જ ફેન્સે પણ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. વાસ્તવમાં તાપસી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટ પર પેપરાજી પણ તાપસીને કવર કરવા આવ્યા હતા. વીડિયો જોઈને લાગે છે કે પેપરાજી ઘણા સમયથી અભિનેત્રીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કદાચ તે પોતાનો સમય આપી શકી નહિ. વીડિયોમાં તાપસીને એવું કહેતા સાંભળી શકાય છે કે, “ત્યાં મને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

તમે મારા પર કેમ બૂમો પાડી રહ્યા છો. તમે કેમ એવું બોલી રહ્યા છો કે મેં તમને બોલાવ્યા છે. તમે મારી સાથે નમ્રતાથી વાત કરો, હું તમીસ સાથે વાત કરુ છુ. કેમેરો મારા પર છે તેથી ફક્ત મારી બાજુ જ દેખાય છે. જો કેમેરો તમારા પર હોત, તો તમને ખબર હોત કે તમે કેવી રીતે વાત કરો છો.” જો કે, આ દરમિયાન પેપને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, ‘અમે તમારી સાથે સારી રીતભાતથી વાત કરી છે’. પછી નારાજ થઈને તાપસીએ પેપરાજી સાથે હાથ જોડ્યા અને કહ્યું કે તમે લોકો હંમેશા સાચા હોવ છો અને એક્ટર્સ ખોટા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તાપસીની ફિલ્મ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે, હાલમાં અભિનેત્રી ફિલ્મનું જોરોશોરોથી પ્રમોશન કરતી જોવા મળી રહી છે. તાપસી ખૂબ જ શાનદાર છે જે ખુલ્લેઆમ પોતાના મનની વાત કરવામાં માને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તાપસીએ અલગ-અલગ પ્રકારના પાત્રોથી બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.