મમ્મીના ખોળામાં કેકને જોતો નજર આવ્યો ક્યૂટ જેહ, કરીના કપૂર ખાને લૂંટાવ્યો 11 વર્ષ મોટા પતિ પર પ્રેમ
બોલીવુડના કલાકારો તેમના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને તેમના જન્મ દિવસે તેમના ચાહકો ખાસ તેમને શુભકામનાઓ પણ આપતા હોય છે.ત્યારે ગઈકાલે 16 ઓગ્સ્ટના રોજ પટૌડી પરિવારના નવાબ એવા સૈફ અલી ખાનનો 52મોં જન્મ દિવસ હતો. સૈફ અલી ખાને તેના પરિવાર સાથે આ જન્મ દિવસની ખુબ જ શાનદાર અંદાજમાં ઉજવણી કરી હતી, જેની ઘણી તસવીરો પણ સામે આવી છે.
સૈફ અલી ખાનના જન્મ દિવસના આ ખાસ અવસર પર તેના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. હવે તેની નાની બહેન સોહા અલી ખાને તેના ભાઈના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. જેમાં સૈફ પોતાના આખા પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળે છે.
સૈફના જન્મદિવસ પર બહેન સોહા અલી ખાન અને તેના પતિ કુણાલ ખેમુ તેમજ બીજી બહેન સબા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અભિનેતાના ઘરે પહોંચ્યા અને ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરી. સામે આવેલી તસવીરોમાં સૈફ તેની પત્ની કરીના કપૂર સાથે તેમના બે પુત્રો તૈમૂર અને જહાંગીર અલી ખાન સાથે જોવા મળી રહ્યો છે. નાનો જેહ માતા કરીનાના ખોળામાં કેકને જોતો જોવા મળે છે.
કરીના કપૂરે સૈફની બે અનસીન તસવીરો શેર કરી છે. આમાંથી એક તસવીરમાં સૈફ પાઉટ બનાવી રહ્યો છે. કારમાં બેસીને સૈફ શાનદાર પોઝ આપતો જોવા મળી રહ્યો છે. મોટા ચશ્મા અને બેબોની જેમ પાઉટ બનાવતા સૈફ અલી ખાનની આવી સ્ટાઈલ તમે નહીં જોઈ હોય. સૈફના આ સુપર અદભૂત ફોટા પોસ્ટ કરતા કરીનાએ કેપ્શન લખ્યું “વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. તમે આ ક્રેઝી રાઈડને વધુ ક્રેઝી બનાવી દીધી છે. ભગવાન હું તેને અન્ય રીતે નથી ચાહતી. આ તસવીરો સાબિતી છે. હું મારી જાનને પ્રેમ કરું છું અને મારે કહેવું જ જોઇએ કે સૈફનો પાઉટ મારા કરતા સારો છે. તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે?”
કરીના કપૂરની આ પોસ્ટ પર તમામ સેલેબ્સ અને ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાએ કોમેન્ટ કરીને લખ્યું- સૈફુ અને સાથે હાર્ટ ઇમોજી બનાવ્યું. સૈફની બહેન સબા પટૌડીએ તેના ભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કરીના કપૂરની પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને સૈફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની ગણતરી બોલિવૂડના સૌથી પ્રશંસનીય કપલોમાં થાય છે. કરીના કપૂર સોશિયલ મીડિયા પર પોતાના સૈફુ પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતી નથી. સૈફ અને કરીનાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ લગ્નથી બંનેને બે બાળકો છે તૈમૂર અને જેહ.