ટીવી ઉપર અલગ અલગ ધારાવાહિકમાં બાળ કૃષ્ણનું પાત્ર ભજવી ચૂકેલા આ કલાકારો આજે દેખાય છે આવા, જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય

આવતી કાલે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી છે અને દેશભરમાં તેની ધૂમધામથી તૈયારી પણ ચાલી રહી છે, આ દિવસ લોકોને ખુબ જ પ્રિય હોય છે, ઠેર ઠેર ઘણા બધા કાર્યક્રમો પણ યોજાતા હોય છે, ત્યારે ટીવી ઉપર પણ ઘણા કાર્યક્રમોનું પ્રસારણ થતું પણ જોવા મળે છે. કૃષ્ણ ઉપર નિર્માતાઓએ ઘણી બધી ધારાવાહિકો પણ બનાવી છે, જેને દર્શકોએ ખુબ જ પસંદ પણ કરી છે. આ ધારાવાહિકોમાં કેટલાક બાળ અભિનેતાઓએ બાળ ગોપાલનું પાત્ર ભજવ્યું છે. ત્યારે આજે અમે તમને એવા જ કૃષ્ણનો અભિનય કરી ચૂકેલા કલાકારો આજે કેવા દેખાય છે તે જણાવીશું.

1. ગંધર્વ પરદેશી:
રામાનંદ સાગરની ‘શ્રી કૃષ્ણ’માં ગંધર્વ પરદેશીએ બાળ કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. બાળપણના કાન્હાના રૂપમાં તેનું પૂતના રાક્ષસી, માટી ખાઈને બ્રહ્માંડને બતાવવાનું શ્રેષ્ઠ દ્રશ્ય હતું. તે સમયે પરદેશી ખૂબ નાનો હતો. હવે કોરિયોગ્રાફર તરીકે તે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. તે ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. પહેલા નાનપણમાં તે જેટલો માસૂમ દેખાતો હતો તેટલો જ હવે તે એકદમ હેન્ડસમ બની ગયો છે.

2. ધૃતિ ભાટિયા:
જ્યારે કલર્સની નવી શરૂઆત થઇ ત્યારે ચેનલ પર ‘જય શ્રી કૃષ્ણ’ની સિરિયલ આવતી હતી. આ ધારાવાહિકમાં બાળ કૃષ્ણનું પાત્ર ભજવનાર ધૃતિ ભાટિયાને સિરિયલને જેટલો પ્રેમ મળ્યો છે તેના કરતાં વધુ પ્રેમ મળ્યો છે. ધૃતિએ બાળ કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. લોકોને તેનો તોફાની અવાજ અને બોલવાની રીત ઘણી પસંદ આવી હતી. ધૃતિ સિરિયલ બાદ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને ત્યારથી તે ઘણી બદલાઈ ગઈ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

3. મીત મુખી:
મીત મુખીએ એક નહીં પરંતુ બે વખત શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. તેણે ‘બાલ કૃષ્ણ’ અને બિગ મેજિકના શો ‘બાલ ગોપાલ કરે ધમાલ’માં પણ પોતાના તોફાન વડે બધાના દિલ જીતી લીધા હતા. નાનકડા કૃષ્ણનું પાત્ર ભજવનાર મુખી હવે ઘણો મોટો થઈ ગયો છે પરંતુ તેની ક્યુટનેસ આજે પણ અકબંધ છે. તે રિયલ લાઈફમાં એકદમ એડવેન્ચર છે, તેને ડાન્સનો પણ ઘણો શોખ છે. તેની લોકપ્રિયતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જાણી શકાય છે.

4. નિર્ણય સમાધિયા:
ઝી ટીવીના ધાર્મિક શો ‘પરમાવતાર શ્રી કૃષ્ણ’માં ગોળમટોળ લાડુ ગોપાલ બાલ કૃષ્ણના રોલમાં નિર્ણય સમાધિયા જોવા મળે છે. તે જેટલો સ્માર્ટ છે, સ્ક્રીન પર તે વધુ સુંદર દેખાય છે. વાસ્તવિક જીવનમાં નિર્ણય તદ્દન નટખટ અને તોફાની છે. તેની જૂની તસવીરો પણ સાઈટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. એડમાં કામ કરવા સિવાય તેને આ શો મળ્યો ત્યારથી તે ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે.

Niraj Patel