મનોરંજન

સ્પેનની ગલીઓમાં પત્ની નયનતારાની બાહોમાં પ્રેમ લૂંટાવતો જોવા મળ્યો વિગ્નેશ શિવન, હનીમુમમાં કેવા જલસા કરી રહ્યા છે

સાઉથના સુંદર કપલ નયનતારા અને વિગ્નેશ શિવન લગ્ન બાદથી ઘણા ચર્ચામાં છે. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતા રહે છે. નયનતારા અને વિગ્નેશ 9 જૂન, 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દરમિયાન બંનેની ઘણી તસવીરો પણ સામે આવી હતી, જેમાં અભિનેત્રીને બ્રાઈડલ લૂકમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે બાદ તેઓ તેમના રોમેન્ટિક હનીમુન પર પણ ગયા હતા અને આ દરમિયાન પણ તેઓએ તેમની તસવીરો શેર કરી હતી. ત્યારે હવે તેઓ ફરી હનીમુન માટે ગયા છે અને આ વખતે તેમણે સ્પેનને પસંદ કર્યુ છે. વિગ્નેશે સ્પેન પહોંચીને નયનતારા સાથેના કેટલાક ફોટાઓ શેર કર્યા છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં જોવા મળી રહ્યું છે કે બંને સ્પેનની ગલીઓમાં ફરતા અને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. વિગ્નેશ પહેલા તેની પત્ની નયનતારા પર પ્રેમ વરસાવે છે. પછી તેનો હાથ પકડીને તેનામાં ખોવાયેલો રોમેન્ટિક મૂડમાં જોવા મળે છે. આ દરમિયાન કપલ વચ્ચેની કેમેસ્ટ્રી જોવા જેવી છે. તસવીરોમાં અભિનેત્રીના લુકની વાત કરીએ તો તે સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. આમાં તે ઘણી ક્યૂટ લાગી રહી છે, અને તેના ચહેરા પરનું સ્મિત તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.

ફોટો શેર કરવાની સાથે તેણે આ વેકેશનના પોતાના અનુભવ વિશે જણાવ્યું કે તે ખૂબ જ શાનદાર રહ્યું છે. આ કેપ્શન પરથી લાગી રહ્યુ છે કે તે બંને હવે પરત આવી ગયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સોશિયલ મીડિયા પર નયનતારા અને વિગ્નેશ શિવનની તસવીરો સામે આવી હતી, જે સ્વતંત્રતા દિવસની હતી. જેમાં જોવા મળ્યું હતું કે બંને સ્ટાર્સે સ્પેનમાં ત્રિરંગો લહેરાવીને આઝાદીનો અમૃત ઉત્સવ મનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે નયનથારા અને વિગ્નેશના લગ્ન 9 જૂન 2022ના રોજ ચેન્નાઈના મહાબલીપુરમમાં એક આલીશાન રિસોર્ટમાં થયા હતા.

આ લગ્નમાં પરિવારના સભ્યો સિવાય નજીકના મિત્રો, શાહરૂખ ખાન, એ.આર. રહેમાન, સુરૈયા અને રજનીકાંત સહિત ઘણા મોટા સેલેબ્સે હાજરી આપી હતી.નયનતારા અને વિગ્નેશ શિવનની લવ લાઈફ વિશે વાત કરીએ તો કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠી હતા. વર્ષ 2016માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંનેએ પોતાના સંબંધો પર મહોર મારી હતી.આ પછી બંનેએ વર્ષ 2021માં સગાઈ કરી.

રીપોર્ટ્સ અનુસાર, નયનતારા અને વિગ્નેશ આજે મહાબલીપુરમના એક રીસોર્ટમાં લગ્ન કરવાના છે. વિગ્નેશે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના લગ્નના પ્લાન વિશે જણાવ્યુ હતુ. નયનતારા અને વિગ્નેશના લગ્નમાં અમુક ખાસ લોકો જ હાજરી આપવાના છે. તે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરશે.તમને જણાવી દઈએ કે નયનતારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે અને તે વિગ્નેશ પહેલા પ્રભુ દેવા સાથે રિલેશનશિપમાં હતી. કહેવાય છે કે બંને લિવ-ઈનમાં પણ હતા. એવું પણ કહેવાય છે કે તેના કારણે અભિનેતાએ લગ્ન જીવન પણ છોડી દીધું હતું.