ગોલા સાથે નાઇટ આઉટ પર નીકળી ભારતી સિંહ, ક્યુટ વીડિયો જોઇ તમારો પણ દિવસ બની જશે

ફેમસ કોમેડિયન ભારતી સિંહ પોતાની ફની સ્ટાઇલથી બધાને હસાવવાનું સારી રીતે જાણે છે. તે કોમેડી ક્વીન છે, પરંતુ હવે તેણે માથે ‘મા’નો તાજ પણ પહેરી લીધો છે. 3 એપ્રિલ 2022ના રોજ ભારતી સિંહ પ્રથમ વખત પુત્રની માતા બની હતી. ત્યારથી તેની સોશિયલ મીડિયા ફીડ તેની માતાની સફર વિશે ઘણું બધું કહે છે. ભારતી એક એવી મહિલા છે, જે પોતાના પ્રોફેશનની સાથે સાથે માતા બનવાની ફરજ પણ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા પોતાના પ્રોફેશનની સાથે અંગત જીવનને પણ સારી રીતે નિભાવી રહ્યા છે.

જ્યારે પણ ભારતી અને હર્ષને સમય મળે છે ત્યારે તેઓ ચાહકો સાથે તેમના રાજકુમારની સુંદર પળોની ઝલક પણ શેર કરે છે. હાલમાં જ ભારતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેના પુત્ર લક્ષ સાથે જોવા મળી રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ છવાઇ ગયો છે, જેને ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, પહેલા ભારતી કારમાં લક્ષ સાથે જોવા મળી રહી છે અને પછી તે તેના પુત્ર સાથે પેપરાજીને પોઝ પણ આપી રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે. આ દરમિયાન ભારતી એકદમ સિમ્પલ સ્ટાઈલમાં દેખાઈ હતી અને દીકરાની ક્યુટનેસે લાઇમલાઈટ લૂંટી લીધી હતી. વીડિયો જોઈને ફેન્સ સતત કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તમે કેટલા ક્યૂટ છો. અન્ય યુઝરે લખ્યું, ‘ગોલુ’.આ ઉપરાંત ઘણા વીડિયો પર હાર્ટ ઇમોજી બનાવી રહ્યા છે. એવા હજારો ચાહકો છે જેઓ ભારતીના પુત્રની ક્યૂટનેસ પર ફિદા થઇ ગયા છે અને તેના પર અદભૂત પ્રેમ વરસાવી રહ્યા છે.

હાલમાં જ સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતી સિંહે રાષ્ટ્રને સન્માનિત કરીને અને વિશેષ પોસ્ટ્સ સમર્પિત કરીને પુત્ર ગોલાના પ્રથમ સ્વતંત્રતા દિવસની ઝલક બતાવી હતી. આ દરમિયાન ભારતી અને અને હર્ષનો પુત્ર ગોલા વાદળી કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો. ગોલાના આ વિડિયો પર ભારતીના ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો અને કોમેન્ટ સેક્શનમાં ઘણી પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ વર્ષ 2017માં લવ મેરેજ કર્યા હતા. આ બંને ટિન્સેલ ટાઉન સાથેના સુંદર યુગલોમાંથી એક છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ કપલ ઘણીવાર તેમના અંગત જીવનની સુંદર ક્ષણો ચાહકો સાથે શેર કરે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પુત્રના જન્મના 12 દિવસ બાદ જ ભારતી સિંહ કામ પર પાછી ફરી અને ચાહકોએ પણ તેના આ પગલાની પ્રશંસા કરી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ભારતી સિંહે આ વર્ષે ઘણા સફળ ટીવી શો હોસ્ટ કર્યા છે જેમ કે ‘હુનરબાઝઃ દેશ કી શાન’, ‘સુપરસ્ટાર સિંગર્સ 2’ અને અન્ય.

Shah Jina