આજે મોટાભગના યુવાનો યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે તનતોડ મહેનત કરે છે, દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાંથી એક માનવામાં આવતી યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પણ એટલી સહેલી નહોતી, આ પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત મહેનત કરવી પડે છે. ઇન્ટરનેટ ઉપર ઘણા લોકોની સફળતાની કહાનીઓ પણ વાયરલ થતી હોય છે જે અન્ય યુવકો માટે પણ પ્રેરણાદાયક બનતી હોય છે. ત્યારે આજે અમે તમને દેશની એવી જ એક દીકરીની કહાની જણાવીશું.
દિલ્લીમાં રહેનારી સૌમ્યાએ લગભગ 16 વર્ષની ઉંમરે તેને સાંભળવાની ક્ષમતા ખોઈ દીધી હતી. સૌમ્યાએ સાંભળવા માટે મશિનન્પ સહારો લેવો પડ્યો હતો. સૌમ્યાએ તેની આ તકલીફને કયારે પણ તેની કમી નથી બનવા દીધી. સૌમ્યા શર્માએ UPSCની પરીક્ષા પહેલા જ પ્રયાસમાં જ ક્રેક કરી દીધી. તેની આ કાબેલિયત ઘણું બધું કહી જાય છે.
સૌમ્યાએ આ અઘરી પરીક્ષા પહેલા પ્રયાસમાં પાસ કરી સાથોસાથ ટોપટેનમાં પણ જગ્યા બનાવી લીધી છે. સૌમ્યાએ કોચિંગ ક્લાસ વગર ઓલ ઇન્ડિયામાં 9મોં રેન્ક મેળવ્યો હતો. સૌમ્યાએ શારીરિક તકલીફને દૂર રાખી 23 વર્ષની ઉંમરે કોઈ પણ કોચિંગ ક્લાસ વગર સિવિલ સેવાની પરીક્ષા આપી હતી. સૌમ્યા જયારે આ પરીક્ષા આપી રહી ત્યારે તેને 102 વાયરલ તાવથી પીડિત હતી.
સૌમ્યાના માનવા અનુસાર, UPSCની પરીક્ષા ક્રેક કરાવી તે અન્ય પરીક્ષા ક્રેક કરવા જેવી જ હતી. જ્યાં તમને બધી જ ઉચિત યોજના અને રણનીતિની જરૂર હોય છે. સૌમ્યાએ દિલ્લીની નેશનલ લો યુનિવર્સીટીમાંથી એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સૌમ્યાએ કોલેજના પહેલા દિવસથી જ UPSCની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું.
સૌમ્યાએ 2017માં UPSCની તૈયારી શરૂ કરી હતી.સૌમ્યાએ તે જ વર્ષે UPSC પ્રીલીમર્સ અને UPSC મેઇન્સ આપી હતી. સાંભળવામાં અક્ષમ સૌમ્યાને વિકલાંગ વ્યક્તિની શ્રેણીએ શામેલ કરવામાં આવી હતી.પરંતુ સૌમ્યાએ વિકલાંગ કોટાથી UPSC પરીક્ષાનું ફોર્મ ભરવો ઇન્કાર કરી દઈ જનરલ કેટેગરીનો વિકલ્પ પસંદ કર્યો હતો.
જણાવી દઈએ કે, સૌમ્યાના માતા-પિતા બન્ને ડોક્ટર છે. સૌમ્યા તેના સ્કૂલના દિવસથી એક હોશિયાર વિધાર્થી છે. તેણીએ 10આ ધોરણમાં પણ ટોપ કર્યું હતું. સૌમ્યા પહેલાથી જ કરન્ટ અફેયરમાં રુચિ ધરાવતી હતી. આ કારણે જ તેને પહેલા પ્રયાસમાં મહેનત અને લગનથી પરીક્ષા પાસ કરી લીધી હતી.