પટૌડી ખાનદાને રક્ષાબંધનની આ રીતે કરી ભવ્ય ઉજવણી, સોહા અલી ખાને ભાઈને રાખડી બાંધતી તસવીરો કરી શેર

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. ભલે આખું વર્ષ ભાઈ-બહેન વચ્ચે લડાઈ-ઝઘડા થતા હોય પણ આ દિવસે બંને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરે છે, ભાઈ-બહેન દુનિયાના અલગ અલગ ખૂણે પણ કેમ ના હોય પણ રક્ષાબંધનના પાવન દિવસે તેઓ ચોક્કસ મળે છે. ગત 11-ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનની ખુબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે.

આ નિમિતે બૉલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારો વચ્ચે પણ રક્ષાબંધનના તહેવારનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એવામાં પટૌડી ખાનદાનમાં પણ ગઈ કાલે રક્ષાબંધનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેની તસવીરો પણ સોશીયલ મીડિયા પર સામે આવી છે.આ ખાસ અવસર પર સૈફ અલી ખાન, કરીના કપૂર,  સોહા અલી ખાન, તેમજ તૈમુર, જેહ અને ઇનાયા ખેમુએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

સોહા અલી ખાને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર અમુક તસવીરો શેર કરી છે. જેમાં તેણે સૈફ સાથે રાખીની ઉજવણી કરી હતી. તસ્વીરોમાં સૈફ વ્હાઇટ કુર્તા પાયજામામાં તો સોહા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. સૈફનાં હાથમાં રાખડી પણ દેખાઈ રહી છે, બંને ભાઈ-બહેન  તસ્વીરમાં ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ સિવાય અન્ય એક તસ્વીરમાં સોહાની દીકરી ઇનાયા તૈમુર અને જહાંગીર અલી ખાનને પણ રાખડી બાંધતી જોવા મળી રહી છે.

અન્ય એક તસ્વીરમાં તૈમુર, ઇનાયા અને જેહ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. તસ્વીરમાં બધા કિડ્સ ખુબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે. તસવીરો શેર કરીને સોહાએ કેપ્શનમા લખ્યું કે,”રક્ષાબંધનની શુભકામનાઓ છોકરાઓ અને છોકરીઓ”.તસ્વીરોમાં બાળકો વચ્ચે ખુબજ ક્યૂટ બોન્ડીગ જોવા મળી રહી છે. તૈમુર અને જેહ પણ પિતાની જેમ વ્હાઇટ કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યા છે.

સબા અલી ખાન પણ રક્ષાબંધનના નિમિતે સૈફને રાખડી બાંધવા માટે પટૌડી હાઉસ પહોંચી હતી. તસ્વીરમાં તમે સબા અલી ખાન, કૃણાલ ખેમુ અને સૈફ જોવા મળી રહ્યા છે. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે ભાઈ બહેન વચ્ચે ખુબ જ સારી બોન્ડિંગ છે અને ખાન પરિવારે આ અવસર ખુબ જ સારી રીતે ઉજવ્યો છે.

બીજી તરફ સારા અલી ખાને પણ પોતાના ભાઈઓની તસવીરો શેર કરીને રક્ષાબંધનની શુભકામનાઓ આપી છે, સારાએ ઈબ્રાહીમ, તૈમુર, જેહની સાથે ક્લિક કરેલી ક્યૂટ તસ્વીર શેર કરી છે. જેમાં તે પોતાના ભાઈઓ પર પ્રેમ લૂંટાવતી જોવા મળી રહી છે. હાલના સમયમાં સારા કોઈ કામના પ્રોજેક્ટને લીધે વિદેશમાં છે માટે તે આ અવસર પર પોતાના ભાઈઓને ખુબ યાદ કરી રહી છે.

સૈફને ગત દિવસોમાં લાલ સિંહ ચઢ્ઢાની સ્ક્રીનગમાં જોવામાં આવ્યો હતો. ફિલ્મમાં તેની પત્ની કરીના કપૂરે કામ કર્યું છે. સ્ક્રીનિંગ પર સૈફ રણવીર કપૂર સાથે ખુબ મસ્તી કરતા જોવા મળ્યો હતો.બંનેની મસ્તી કરતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. સૈફ અપકમિંગ ફિલ્મ વિક્રમ વેધામાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે હ્રતિક રોશન પણ જોવા મળશે. આ ફિલ્મ આ જ નામની તમિલ ફિલ્મની હિન્દી રીમેક છે. ડાયરેક્ટ પુષ્કરની આ ફિલ્મની રાહ લોકો ખુબ આતુરતાથી જોઈ રહ્યા છે. સારા અલી ખાન પણ પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

Krishna Patel