ક્રિકેટર અક્ષર પટેલ મંગેતર સાથે મનાવી રહ્યો છે રોમેન્ટિક વેકેશન, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો ક્રિકેટર, જુઓ તસવીરો

મંગેતર સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો ક્રિકેટર અક્ષર પટેલ, જુઓ તસવીરો

વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) સામેની T20 શ્રેણીની છેલ્લી બે મેચ ફ્લોરિડામાં, યુએસએમાં રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ મેચમાંથી સમય કાઢીને ફ્લોરિડામાં ફરવા માટે કોઈ કસર છોડી ન હતી. આ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ફ્લોરિડાના બીચ પર ફરતો જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, અક્ષર તેની મંગેતર મેહા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો હતો. અક્ષરની મંગેતર મેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં અક્ષર અને મેહા સમુદ્ર કિનારે એકબીજાના હાથ પકડીને ગળે લગાવતા જોવા મળે છે.

આ તસવીરોની સાથે મેહાએ કેપ્શનમાં લખ્યું છે કે, “તમે મોજા નથી, તમે સમુદ્રનો ભાગ છો.” તમને જણાવી દઈએ કે અક્ષરે 20 જાન્યુઆરીએ મેહા સાથે સગાઈ કરી હતી અને તેઓ જલ્દી લગ્ન કરે તેવી શક્યતા છે. 20 જાન્યુઆરી 2022ના રોજ અક્ષરનો 28મો જન્મદિવસ હતો અને આ દિવસે તેણે મેહા પટેલ સાથે સગાઈ કરી દિવસને ખાસ બનાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર ​​અક્ષર પટેલ તેની જાદુઈ બોલિંગ માટે જાણીતો છે. કોઈપણ બેટ્સમેન માટે તેના બોલ પર રમવું સરળ નથી. અક્ષર તેની રોમેન્ટિક લાઈફ માટે પણ જાણીતો છે.

તેણે જન્મદિવસની પાર્ટીમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું અને સગાઈ કરી હતી. અક્ષર પટેલની મંગેતરનું નામ મેહા છે. તે વ્યવસાયે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. મેહાના એક હાથ પર અક્ષર પટેલના નામનું ટેટૂ પણ છે. મેહાને ફરવાનો ખૂબ શોખ છે. તેના શોખ તેની ઈન્સ્ટા પ્રોફાઈલ પરથી જોઈ શકાય છે. મેહા સાદગી રીતે અને શાંત જીવનશૈલીમાં માને છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તેની તમામ તસવીરોમાં તે ખૂબ જ સિમ્પલ લાગે છે.

મેહા પ્રાણીઓને ઘણો પ્રેમ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર શ્વાન સાથેની તેની ઘણી તસવીરો છે.અક્ષર અને મેહા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા અને છેલ્લે તેમણે જાન્યુઆરીમાં સગાઇ કરી આ સંબંધને એક અલગ નામ આપ્યુ. અક્ષર પટેલની મંગેતર મેહા પટેલ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે સખત કસરતની રૂટિન પણ અનુસરે છે. મેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોલોઅર્સ પણ છે. ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલ વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 શ્રેણીમાં રમતા જોવા મળ્યો હતો.

તેણે શ્રેણીમાં મળેલા મર્યાદિત પ્રસંગોમાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી પ્રભાવિત કર્યા. અક્ષરે T20I શ્રેણીની છેલ્લી બે મેચોમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. અક્ષર, જે મર્યાદિત પ્રસંગોમાં પ્રભાવ પાડવામાં સફળ રહ્યો હતો, તેને એશિયા કપ 2022 માટે સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. અક્ષર ઉપરાંત અન્ય બે ખેલાડીઓ શ્રેયસ અય્યર અને દીપક ચહરને પણ સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એશિયા કપ માટે, બીસીસીઆઈએ આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ સાથે રવિ બિશ્નોઈને મુખ્ય ટીમમાં પસંદ કર્યા છે.

ફાસ્ટ બોલિંગમાં અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ પર ભરોસો રાખવામાં આવ્યો છે. ભારત એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામેની મેચથી કરશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચ જીતવામાં કોઈ કસર છોડશે નહિ. જણાવી દઇએ કે, અક્ષર પટેલે 2014માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 9 ટેસ્ટ, 38 વનડે અને 23 ટી20 મેચ રમી છે. તે આ સમયે ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની ટીમનો પણ એક ભાગ છે.

Shah Jina