TVની ફેમસ ચાઇલ્ડ એક્ટ્રેસ રહેલી સ્વિની ખરા 25ની ઉંમરમાં બની દુલ્હનિયા, જાણો શું કરે છે દુલ્હે રાજા
શું તમને ફિલ્મ ‘ચીની કમ’માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી ચાઇલ્ડ આર્ટિસ્ટ સ્વિની ખરા યાદ છે? તમને જાણીને નવાઈ લાગશે પણ આ નાનકડી છોકરી હવે દુલ્હન બની ગઈ છે. આ વર્ષે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા ઘણા કલાકારોએ લગ્ન કર્યા. ‘કભી ખુશી કભી ગમ’માં કાજોલની નાની બહેનની ભૂમિકા ભજવનાર માલવિકા રાજથી લઇને કિયારા અડવાણી સુધી, ઘણી અભિનેત્રીઓ લગ્નના બંધનમાં બંધાઇ.
સ્વિની ખરાએ કર્યા લોન્ગ ટાઇમ સાથે લગ્ન
આ લિસ્ટમાં ‘ચીની કમ’માં બાળ કલાકાર તરીકે જોવા મળેલી સ્વિની ખરા પણ સામેલ થઇ ગઇ. નાનપણમાં જ ફિલ્મોમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી સ્વિની ખરાએ 26 ડિસેમ્બર 2023ના રોજ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઉર્વિશ દેસાઈ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન રાજસ્થાનના પિંક સિટી જયપુરમાં થયા હતા.
વેડિંગ લુકે લૂંટી મહેફિલ
સ્વિનીના ડ્રીમી વેડિંગની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. લુકની વાત કરીએ તો, સ્વિની ગુલાબી લહેંગામાં ટ્રાન્સપરન્ટ નેટના ગુલાબી દુપટ્ટા સાથે સુંદર લાગી રહી છે. અભિનેત્રીની ચુન્ની પર તેના પતિના નામનો પહેલો અક્ષર પણ લખાયેલો છે. કુંદન નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સ ઉપરાંત, સ્વિનીએ માંગ ટિક્કા અને માથા પટ્ટી સાથે ગુલાબી ચુડો પહેર્યો હતો. સ્વિની ખરાના
દુલ્હન પિંક લહેગામાં જ્યારે દુલ્હો ઓફ વ્હાઇટ શેરવાનીમાં
દુલ્હાના લુકની વાત કરીએ તો ઉર્વીશે લગ્નમાં ઓફ-વ્હાઈટ શેરવાની પહેરી હતી. જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. જણાવી દઈએ કે કપલે આ વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘ચીની કમ’ સિવાય સ્વિની ફિલ્મ ‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ જોવા મળી છે. તેણે આ ફિલ્મમાં જયંતિનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ સ્વિની ઘણા વર્ષોથી સ્ક્રીનથી દૂર છે અને તેનો લુક પણ પહેલા કરતા ઘણો બદલાઇ ગયો છે.
સ્વિની ખરાનું કરિયર
‘બા બહુ ઔર બેબી’, ‘દિલ મિલ ગયે’ જેવા ટીવી શો અને ‘ચીની કમ’, ‘પાઠશાલા’, ‘એસએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી સ્વીની ખરા 2016થી સ્ક્રીનથી દૂર છે. સ્વિની ખરાના લગ્ન સમારોહમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જ્યારે સ્વીની 15 વર્ષની હતી, ત્યારે તેણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અભિનય કારકિર્દી છોડી દીધી હતી. હવે તે વકીલ છે. સ્વીનીએ 2005માં તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
આ વર્ષે 1 માર્ચે જ કરી હતી સગાઇ
તેણે ‘પરિણીતા’ ફિલ્મમાં કામ કર્યું હતું અને તે જ વર્ષે ‘બા બહુ ઔર બેબી’માં જોવા મળી હતી. તે ‘ચિંગારી’, ‘હરિ પુત્તર’, ‘દિલ્હી સફારી’ જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. ટીવી શોની વાત કરીએ તો તે ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’, ‘CID’ અને ‘જિંદગી ખટ્ટી મીઠી’માં જોવા મળી હતી. સ્વીનીએ 1 માર્ચના રોજ સગાઈની તસવીરો શેર કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, સ્વીની ખરાનો પતિ ઉર્વિશ દેસાઈ મુંબઈનો રહેવાસી છે અને મિકેનિકલ એન્જિનિયર છે. તે લીનિયર મોશલ સ્પેશિયાલિસ્ટ પણ છે. તે એક કંપનીનો ડાયરેક્ટર પણ છે.
View this post on Instagram