સ્વીટી સાથે શેરુએ ફર્યા લગ્નના સાત ફેરા, આ શ્વાન કપલ બંધાઈ ગયું લગ્નના બંધનમાં પરિવારે ધામધૂમથી કર્યા લગ્ન, વીડિયોમાં જુઓ નજારો

શ્વાનના લગ્નમાં પરિવારે કંકોત્રી છપાવી, પીઠી ચોળાઈ, ઢોલ નગારા પણ વાગ્યા, આટલા મહેમાનો જાનમાં રહ્યા હાજર, જુઓ

દેવ ઉઠી એકાદશી બાદ હવે દેશભરમાં લગ્નનો માહોલ જામી ગયો છે, ઠેર ઠેર ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે અને લગ્નના ઘણા બધા વીડિયો પણ ઇન્ટરનેટ પર સામે આવી રહ્યા છે, ત્યારે હાલ એક લગ્નની ખબર સામે આવી છે જેને સૌને ચોંકાવી દીધા છે. આ લગ્ન કોઈ છોકરા અને છોકરીના નહિ પરંતુ એક કુતરા અને કૂતરીના થયા હતા. શરૂ અને સ્વીટીના લગ્ન ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા.

આ અનોખી લગ્ન યોજાયા ચેહ ગુરુગામના પાલં વિહાર એક્સ્ટેંશનમાં. જ્યાં કુતરા શેરૂ અને કુતરી સ્વીટીના લગ્નના કાર્ડ પણ છાપવામાં આવ્યા. જાન પણ જોડાઈ, પીઠી પણ ચોળાઈ અને જમણવાર સાથે શરૂ અને સ્વીટીના ધામધૂમથી લગ્ન પૂર્ણ થયા. આ લગ્ન પારંપરિક રીતિ રિવાજથી કરવામાં આવ્યા, જેમાં લગ્ન પહેલા ઘરમાં સંગીત પણ રાખવામાં આવ્યું અને ત્રણ દિવસ સુધી લગ્નના કાર્યક્રમ ચાલ્યા.

શેરૂ અને સ્વીટીએ એકબીજાને ભસીને લગ્નની કસમો પણ નિભાવી. જેના બાદ જાનૈયાઓએ બંનેને આશીર્વાદ પણ આપ્યા હતા. આ લગ્નની ખાસ વાત એ છે કે આ બંને શ્વાનને રોડના કિનારેથી બે પરિવાર ઉઠાવીને થોડા વર્ષો પહેલા ઘરે લાવવામાં આવ્યા હતા. અને ઘરના લોકો પણ આ બંને શ્વાનને પોતાના બાળકોની જેમ રાખતા હતા. લગ્નના સમયે બંને પરિવારના લોકો ભાવુક પણ થતા જોવા મળ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે શેરુ અને સ્વીટીના લગ્ન ભારતીય રીતિ-રિવાજ મુજબ થાય તે માટે બંને પરિવારોએ પૂરો પ્રયાસ કર્યો હતો. જેમાં ફેરા પણ લેવામાં આવ્યા હતા. શ્વાનના માલિકોએ જણાવ્યું હતું કે તેઓએ 100 કાર્ડ વહેંચ્યા હતા અને આ અનોખા લગ્ન માટે જાનૈયાઓને આમંત્રણ આપ્યું હતું.

સ્વીટીને પોતાના બાળકની જેમ ઉછેરનાર રાજા લગ્ન સમયે ભાવુક થઈ ગયા હતા. તે ચા વેચે છે. જ્યારે તેણે ડોગ વેડિંગ કાર્ડ મોકલ્યું ત્યારે કેટલાક લોકોને તે ગમ્યું ન હતું, પરંતુ તેણે પ્રોગ્રામ બદલ્યો ન હતો. શેરુ તેમના ઘરથી થોડે દૂર રહેતો હતો. આઠ વર્ષ પહેલા કમલેશ અને દીપક તેને રસ્તા પરથી ઉપાડી તેમના ઘરે લઈ આવ્યા હતા. જેના બાદ હવે બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા.

Niraj Patel