સાઉથ ઇન્ડિયન દુલ્હન બનેલી સ્વરાને કિસ કરવાથી પોતાને ના રોકી શક્યો પતિ ફહાદ, પતિની બાહોમાં અભિનેત્રીએ આપ્યા આવા પોઝ

પોતાના બેબાક અંદાજ માટે જાણિતી અભિનેત્રી સ્વરા ભાસ્કર આ દિવસોમાં તેના લગ્નને લઇને ઘણી ચર્ચામાં છે. સ્વરાએ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે છેલ્લા મહિને રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને તે બાદ હાલમાં જ તે પારંપારિક રીતે લગ્નના બંધનમાં બંધાઇ છે. 12 માર્ચથી સ્વરા અને ફહાદના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઇ હતી.

તે દિવસે સવારે હલ્દી સેરેમની હતી. હલ્દી સેરેમનીમાં બધાએ ખૂબ જ મસ્તીથી હોળી પણ સેલિબ્રેટ કરી હતી. સ્વરાએ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારે હવે અભિનેત્રીના બ્રાઇડલ લુકની તસવીર સામે આવી છે. જેમાં તે તેના પતિ ફહાદ અહેમદ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ સાઉથ ઇન્ડિયન દુલ્હન બની ફહાદ સાથે પૂરા રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા, જેની તસવીરો અભિનેત્રીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.તસવીરોમાં જોઇ શકાય છે કે સ્વરાએ મરૂન-ગોલ્ડન સાડી પહેરી છે. આ લુકમાં તે ખૂબસુરત લાગી રહી છે. ફહાદ પણ તેની દુલ્હનિયા પરથી નજર નથી હટાવી શકતો.

ફહાદ સ્વરાને ક્યારેક બાહોમાં લઇ તો ક્યારેક કિસ કરી કેમેરા સામે પોઝ આપી રહ્યો છે. તસવીરોમાં કપલની કેમેસ્ટ્રી જોતા જ બની રહી છે. સ્વરાએ મરૂન કલરની અને ગોલ્ડન મોટી બોર્ડર વાળી સાડી સાથે માથા પટ્ટી, નાકમાં નથ અને ગળામાં હાર પહેર્યો હતો. તો તેનો પતિ ફહાદ કુર્તા પાયજામા સાથે જેકેટમાં જોવા મળ્યો હતો.

એવા અહેવાલ છે કે સ્વરા અને ફહાદ 16 માર્ચે એટલે કે આજે દિલ્લીમાં શાનદાર રિસેપ્શન આપશે. આ રિસેપ્શનમાં સંબંધીઓ અને મિત્રોને ઇનવાઇટ કર્યા છે. જણાવી દઇએ કે, મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સ્વરાએ જે સાડી પહેરી છે તેની વેબસાઇટ પર કિંમત 94,800 રૂપિયા છે.

આ તસવીરો સિવાય સ્વરાએ તેની મહેંદી સેરેમની, હલ્દી સેરેમની અને સંગીત સેરેમનીની તસવીરો પણ શેર કરી છે, જેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, સ્વરા અને ફહાદની મુલાકાત 2019-20માં પ્રોટેસ્ટ દરમિયાન થઇ હતી. માર્ચ 2020માં ફહાદે સ્વરાને તેની બહેનના લગ્નમાં બોલાવી હતી,

પણ શુટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તે જઇ શકી નહોતી. ફેબ્રુઆરીમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા બાદ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી બધાને હેરાન કરી દીધા હતા. કારણ કે આ પહેલા તેમની લવ સ્ટોરીની ભનક કોઇને નહોતી લાગી.

Shah Jina