બોલિવુડ એક્ટર ચંકી પાંડેના ભાઇ ચિક્કી પાંડેની દીકરી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. ચિક્કી પાંડે અને તેમની પત્ની ડીયાના પાંડેની દીકરી અલાના પાંડે લગ્ન કરવા જઇ રહી છે, અલાના પાંડેના પ્રી વેડિંગ ફંક્શન્સ હાલમાં જોરોશોરોથી ચાલી રહ્યા છે અને ઘણી બોલિવુડ હસ્તિઓ સાથે સાથે સ્ટારકિડ્સ પણ આ ફંક્શન્સમાં સામેલ થઇ રહ્યા છે.
હાલમાં અલાનાની હલ્દી અને મહેંદી સેરેમની સાથે સાથે સંગીત સેરેમની પણ યોજાઇ. ત્યારે આ પ્રી વેડિંગ ફંક્શનમાં અલાના પાંડેની કઝિન અનન્યા પાંડે પણ ખૂબસુરત અવતારમાં સ્પોટ થઇ રહી છે. જો કે, અનન્યા કઝિનની મહેંદી સેરેમનીમાં એકવાતને લઇને ખૂબ જ ટ્રોલ થઇ રહી છે. અલાના પાંડેની મહેંદી સેરેમનીની જે તસવીર સામે આવી છે તેમાં અનન્યા પાંડે સિગારેટ પીતી જોવા મળી રહી છે.
આ તસવીરને જોઇ ચાહકો નારાજ છે અને અલગ અલગ રીતની સલાહ અનન્યા પાંડેને આપી રહ્યા છે.કઝિન અલાના પાંડેની મહેંદી સેરેમની દરમિયાન એક તસીરમાં અનન્યાના હાથમાં સિગારેટ દેખાઇ અને તે પીતી પણ જોવા મળી. આ તસવીર સામે આવતા જ લોકો તેને ટ્રોલ કકવા લાગ્યા. કેટલાક ચાહકોએ તેની ચિંતા જતાવી અને તેને કહ્યુ કે આ તેના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારુ નથી. જો કે, મોટાભાગે લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે.
આ તસવીર પર એક યુઝરે લખ્યુ- મારી અનન્યા આવું ન કરી શકે. તો બીજાએ લખ્યુ- મગજ તો હોતુ જ નથી આ લોકો પાસે, બસ કુલ દેખાવું છે. એકે લખ્યુ- અનન્યા પાંડેના હોઠ એટલા પ્રેમાળ છે, તે પોતે પણ કેટલી સુંદર લાગે છે. વિશ્વાસ નથી થતો કે તે એક સ્મોકર છે. વાયરલ તસવીરમાં જોઇ શકાય છે કે અનન્યાની ચારે બાજુ ગેસ્ટ નજર આવી રહ્યા છે અને તે સ્મોક કરી રહી છે. આ દરમિયાન અનન્યા બેબી પિંક સ્કર્ટ અને વન સ્ટ્રેપ ક્રોપ ટોપમાં જોવા મળી હતી.
આ લુકને તેણે મિડલ પાર્ટેડ હેર સ્ટાઇલ અને મેકઅપ સાથે કંપલીટ કર્યો હતો. જણાવી દઇએ કે, અનન્યા હાલમાં તેની લવ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં છે. અનન્યાનું નામ બોલિવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે જોડાઇ રહ્યુ છે. હાલમાં જ બંનેએ લેક્મે ફેશન વીકના ગ્રેન્ડ ફિનાલેમાં રેંપ વોક સાથે કર્યુ હતુ, જે બાદ તેમના રિલેશનની અફવાને વધુ હવા મળી છે. જો કે, લોકો બંનેની કેમેસ્ટ્રીની ઘણી પ્રશંશા કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનન્યા ડ્રીમ ગર્લ 2માં જોવા મળવાની છે.
Was not expecting Ananya to be a smoker. Love how these Nepo kids brag about being such health freaks…#AnanyaPanday pic.twitter.com/TZmTnQTEJv
— RADHE (@BEINGRADHEYA) March 14, 2023