માયાભાઇ આહીરે ડાયરાના મંચ પરથી દેવાયતના જેલવાસના 72 દિવસ વિશે જે કહ્યું એ સાંભળીને તમે પણ હેરાન રહી જશો.. દેવાયત પણ તેમની સામે બે હાથ જોડી ગયા.. જુઓ વીડિયો
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક નામ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને એ નામ છે લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડનું. દેવાયત ખવડ 72 દિવસના જેલવાસ બાદ હાલ જામીન પર બહાર છે. તેમના પર મયુરસિંહ નામના યુવાન પર ધોળા દિવસે માર મારવાનો આરોપ હતો.
ત્યારે હવે જયારે દેવાયત જેલમાંથી બહાર આવી ગયા છે ત્યારે ડાયરાની અંદર તેમની હાજરી પણ જોવા મળી રહી છે. પોતાના ડાયરા ઉપરાંત તે તેમના સાથી કલાકારોના ડાયરામાં પણ હાજરી આપે છે. જેના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. ડાયરા કલાકારો પણ દેવાયતને ડાયરામાં સંબોધતા જોવા મળે છે.
દેવાયતના જેલમાંથી છૂટવાની ખુશી તેમના સાથી કલાકારોને પણ છે. હમણાં થોડા દિવસ પહેલા જ ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજે પણ મંચ પરથી દેવાયત વિશે વાત કરી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે હવે વધુ એક કલાકારે પણ દેવાયત ખવડ વિશે વાત કરી છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ કલાકાર બીજું કોઈ નહિ પરંતુ ગુજરાતમાં પોતાના ડાયરાઓ અને અનોખા અંદાજથી લોકોને હસાવનારા ખ્યાતનામ માયાભાઇ આહીર છે. માયાભાઇ આહીરે પણ દેવાયત વિશે ડાયરાના મંચ પરથી અને તેમના જેલના સમય વિતાવ્યાને લઈને એક મજાની વાત કહી હતી. જેનાથી દેવાયત પણ ખુશ થયેલા જોવા મળ્યા.
માયાભાઇએ મંચ પરથી ડાયરો કરી રહ્યા છે અને સામે જ પ્રેક્ષકગણમાં દેવાયત પણ બેઠેલા છે. દેવાયતની વાત કરતા માયાભાઇ કહે છે કે, “72 દીની દાઝ કાઢી હો મારા બાપ તે…” આ સાંભળીને જ દેવાયત ખવડ અને તેમની સાથે બેઠેલા અન્ય લોકો પણ ખડખડાટ હસવા લાગે છે અને દેવાયત માયાભાઇ સામે હાથ પણ જોડે છે.
View this post on Instagram
માયાભાઇ આગળ આ 72 દિવસની વાત કરતા કહે છે કે, “પણ દેવાયત ભાઈ આ 72 શબ્દ આવ્યોને..તે હિન્દીમાં કહેવાય બહેતર..બહેતર થઈને બહાર આવ્યો છે મારા વ્હાલા.. અને મારો ઠાકર કાયમ હેમખેમ રાખે એવી પ્રાર્થના કરીએ.” માયાભાઈનો આ વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.