સ્વરાએ રિસેપ્શનમાં પહેર્યો પાકિસ્તાની ડિઝાઇનરનો લહેંગો : 19 માર્ચના રોજ બરેલીમાં થયુ દાવત-એ-વલીમા, સાસરે જતા ભાવુક થઇ સ્વરા
સપા નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ અભિનેત્રી સ્વરા ભાસ્કર શનિવારે પહેલીવાર પોતાના સાસરે બરેલી પહોંચી હતી, જ્યાં તેનું જોરદાર સ્વાગત થયુ. અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદના સ્વાગતમાં જોરદાર આતશબાજી કરવામાં આવી હતી, તેમજ બંનેને ફૂલનો હાર પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. સ્વરા ભાસ્કરને તેના સાસરે આવકારવા માટે આખી શેરીમાં LED લાઇટ લગાવવામાં આવી હતી. ચારેબાજુ ગલી ઝગમગેલી હતી.
ઘરને એલઇડી લાઇટ્સ અને ઝાલરોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતુ. તેમની કાર દરવાજે પહોંચી કે તરત જ સાસરિયાઓએ તેમની અભિનેત્રી પુત્રવધૂ સ્વરા ભાસ્કરનું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું. બીજી તરફ, રવિવારે બરેલીમાં સ્વરા અને ફહાદ અહેમદનું રિસેપ્શન એટલે કે દાવત-એ-વલીમા યોજાયુ. સ્વરા ભાસ્કરનું સાસરુ બરેલી બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે.
સ્વરા ભાસ્કર 6 જાન્યુઆરી 2023ના રોજ મહારાષ્ટ્રના સપા નેતા ફહદ અહેમદ સાથે લગ્ન કરીને બરેલીની વહુ બની છે અને તે બાદ રીતિ-રિવાજ અનુસાર લગ્ન બાદ તેનું દિલ્લીમાં રિસેપ્શન થયુ હતુ અને તે બાદ સાસરે પહોંચ્યા પછી દાવત એ વલીમા યોજાઇ. સ્વરા ભાસ્કરનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે લગ્ન બાદ વિદાયમાં ભાવુક જોવા મળી હતી. સ્વરાએ દાવત-એ-વલીમામાં લહેંગો પહેર્યો હતો.
આ લહેંગો તેના માટે સરહદ પાર પાકિસ્તાનથી લાવવામાં આવ્યો હતો. સ્વરાએ તે લહેંગાના ખૂબ વખાણ કર્યા. જણાવી દઈએ કે સ્વરા-ફહાદનું બીજું રિસેપ્શન બરેલીમાં થયું હતું. જેમાં ફહાદ સાથે જોડાયેલા પરિવારના સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સ્વરાને એક નોટ દ્વારા લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. જેના જવાબમાં સ્વરાએ મમતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વરાએ લખ્યું, ‘તમારી શુભકામનાઓ મેળવીને આનંદ અનુભવી રહી છું, જો તમે રિસેપ્શનમાં આવ્યા હોત તો સોના પર સુહાગો હોતો પણ તો પણ તમારા જેસ્ચર પર આભાર.’ દિલ્હી બાદ સ્વરા અને ફહાદનું બીજું રિસેપ્શન બરેલીના નૈનીતાલ રોડ પર સ્થિત નિર્વાના રિસોર્ટમાં થયું હતું. આ રિસેપ્શનમાં લગભગ એક હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ફહાદના ગામ બહેડી, દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાંથી મહેમાનો આવ્યા હતા.
અહેવાલો અનુસાર, આ સમારોહમાં સમાજવાદી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ પહોંચ્યા હતા. આ પહેલા સ્વરા અને ફહાદે 16 માર્ચે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રાજકીય જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. પાર્ટીમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ સહિત અનેક રાજનેતાઓ પહોંચ્યા હતા.
આ પાર્ટીમાં રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન પણ હાજર રહી હતી. સ્વરા-ફહાદે 6 જાન્યુઆરીએ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ કોર્ટમાં લગ્નના કાગળો દાખલ કર્યા અને લગ્ન કર્યા. સ્વરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ વાતનો ખુલાસો કર્યો હતો. ફહાદ અને સ્વરાની પહેલી મુલાકાત 2019માં એક પ્રોટેસ્ટ દરમિયાન થઈ હતી.
પ્રોટેસ્ટ દરમિયાન બંને મિત્રો બન્યા અને વાતચીત શરૂ થઈ. માર્ચ 2020માં ફહાદે સ્વરાને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતુ. જો કે તે સમયે સ્વરા શૂટિંગમાં વ્યસ્ત હતી, તેથી તે જઈ શકી નહોતી. 2020થી 2022 સુધી આ બે વર્ષમાં બંને વચ્ચે નિકટતા વધી અને પછી પ્રેમમાં પડ્યા બાદ બંને આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ ગયા.
View this post on Instagram