ફિલ્મી દુનિયા

થાઈલેન્ડ વેકેશનમાં સુશાંતે ખર્ચ કર્યા હતા 70 લાખ, તે ટ્રીપમાં આ મોટી હિરોઈન પણ સાથે હતી હોટેલમાં, જાણો

રિયા ચક્રવર્તીના ઇન્ટરવ્યૂથી સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવી હલચલ પેદા થઇ છે. આ ઇન્ટરવ્યૂમાં રિયાએ અનેક બાબતોનો ખુલાસો કર્યો છે. જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. રિયાએ જણાવ્યું હતું કે, સુશાંત તેના મિત્રો સાથે થાઇલેન્ડની ટ્રીપ પર ગયો હતો. આ ટ્રીપ દરમિયાન તેણે આશરે 70 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા હતો. રિયાના આ ખુલાસા બાદ સુશાંતના સ્ટાફ મેમ્બર સાબીર અહમદ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સાબિર અહમદે જણાવ્યું હતું કે, આ ટ્રીપમાં સુશાંત સાથે સારા અલી ખાન પણ હતી. એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સુશાંતના સ્ટાફ મેમ્બર સાબિર અહમદે જણાવ્યું છે કે આ ટ્રીપ બહુ જ મોંઘી પડી હતી. જેમાં સુશાંત સાથે અન્ય સાત લોકો પણ હતા. જેમાં સારા અલી ખાન, સિદ્ધાર્થ ગુપ્તા, કુશલ ઝવેરી, અબ્બાસ અને સુશાંતના બોડીગાર્ડ મુસ્તાક અને સાબિર અહેમદ શામેલ હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સાબીરે જણાવ્યું હતું કે, 2018ના ડિસેમ્બર મહિનામાં બધા લોકો એક ખાનગી જેટ દ્વારા બેંગકોક ગયા હતા. દરેક લોકો ટ્રીપના પહેલા દિવસે બીચ પર ગયા હતા. આ બાદ અમે બેંગકોક ફરવા ગયા હતા. તે સમયે સારા અને સુશાંત હોટેલમાં હતા. પરંતુ સુનામીને કારણે ટ્રિપને અધવચ્ચે રદ કરી દેવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

રિયાએ કહ્યું હતું કે, ‘એક-બે વર્ષ પહેલા સુશાંત તેના છ મિત્રો સાથે થાઇલેન્ડની ટ્રીપ પર ગયો હતો. આ ટ્રીપ પાછળ તેણે 70 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા હતો. આ ટ્રીપમાં તે પ્રાઇવેટ જેટમાં ગયો હતો.આ સુશાંતની લાઇફસ્ટાઇલની પસંદગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

જણાવી દઈએ કે, સારા અલી ખાને તેની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ માં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. તે દિવસો બંનેના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ સારા અથવા સુશાંત બંનેમાંથી કોઈએ પણ આ ખબરની પુષ્ટિ કરી ના હતી. સુશાંતના મૃત્યુ પર સારાએ તેને યાદ કરીને એક પોસ્ટ શેર કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.