ભારતીય ટીમના આ સ્ટાર ક્રિકેટરે ખરીદી એવી શાનદાર કાર કે તેના નામનો અર્થ જાણીને વિશ્વાસ કરવો પણ પડી જશે ભારે, જુઓ તસવીરો

બોલીવુડના કલાકારોની જેમ ભારતીય ટીમના ખેલાડીઓ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ  ચાહકોને ખુબ જ રસ હોય છે. તો તેમનું વૈભવી જીવન પણ લોકો માટે ચર્ચાનો વિષય રહેતું હોય છે ત્યારે હાલમાં જ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર સૂર્યકુમાર યાદવે એક એવી વિન્ટેજ કાર ખરીદી છે જે ભારતમાં માત્ર એક જ છે.

સૂર્યકુમાર હવે લક્ઝુરિયસ નિસાન 1 ટનના માલિક બની ગયા છે જે નિસાન જોંગા તરીકે પણ પ્રખ્યાત છે. આ એક હેવી-ડ્યુટી ઑફ-રોડર છે જે અગાઉ ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતું હતું. નિસાન જોંગા તેનું અધિકૃત નામ નથી. હકીકતમાં જોન્ગા નામ જબલપુર ઓર્ડનન્સ અને ગનકેરેજ એસેમ્બલીનું ટૂંકું સ્વરૂપ છે અને તેનું ઉત્પાદન વ્હીકલ ફેક્ટરી જબલપુરમાં થાય છે.

સૂર્યકુમાર યાદવે તેમના સોશિયલ મીડિયા પર આ મજબૂત ઑફ-રોડરની તસવીર પોસ્ટ કરી છે જે ભારે કસ્ટમાઇઝ્ડ છે અને ફ્લોરોસન્ટ ગ્રીન કલરમાં દેખાય છે. તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “મારા નવા રમકડા હલ્કને હેલો કહો.” તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની, જેમને તેમના વાહનોમાં વધુ રસ છે, તેમની પાસે નિસાન જોંગા પણ છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ધોનીએ હરાજીમાં બીજી વિન્ટેજ કાર ખરીદી છે જે 1971 લેન્ડ રોવર સિરીઝ 3 સ્ટેશન વેગન છે.

આ ખડતલ ઑફ-રોડરને ખાસ બનાવનારી વાત એ છે કે તે શરૂઆતમાં ફક્ત ભારતીય સેના માટે 1965માં નિસાન દ્વારા આપવામાં આવેલા વિશિષ્ટ લાઇસન્સ હેઠળ બનાવવામાં આવી હતી. આ વાહન 1969થી 1999 સુધી સેવા આપતું હતું, બાદમાં તેને મહિન્દ્રા MM540 જીપ દ્વારા બદલવામાં આવ્યું હતું. નિસાન જોંગાનું ઉત્પાદન સામાન્ય નાગરિકો માટે વાહન ફેક્ટરી જબલપુર ખાતે પણ કરવામાં આવ્યું હતું જે 1996માં રજૂ કરવામાં આવ્યું હતું. 1999માં તેના બંધ થયા પહેલા, સામાન્ય લોકોને ફક્ત 100 જોંગા વેચવામાં આવી હતી.

નિસાન 1 ટન એટલે કે જોંગા 3.9-લિટર પાવરફુલ 6-સિલિન્ડર ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 110 Bhp પાવર અને 264 Nm પીક ટોર્ક બનાવે છે. કંપનીએ આ એન્જિન સાથે 3-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યું છે અને તે સામાન્ય રીતે 4-વ્હીલ ડ્રાઇવ સાથે ઉપલબ્ધ છે. સૂર્યકુમારના જોંગાને ખૂબ જ સારી સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે અને તેની સાથે હેવી ડ્યુટી બમ્પર, મજબૂત વિન્ચ અને એલઇડી લેમ્પ્સ જેવી ઘણી સુવિધાઓ અલગથી આપવામાં આવી છે. જોંગા ઉપરાંત, તેના કાર કલેક્શનમાં હવે રેન્જ રોવર વેલર, મિની કૂપર એસ અને ઓડી આરએસ 5નો સમાવેશ થાય છે. યાદવ પાસે સ્કોડા સુપર્બ સેડાન પણ છે.

Niraj Patel