અજબગજબ

ચીન વિશે કેટલીક ચોંકાવનારી હકીકતો, જેને જાણીને તમારા હોશ ઉડી જશે

ચીન વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તેની વસ્તી અત્યારે 141 કરોડ કરતા પણ વધુ છે. જે આખા વિશ્વની વસ્તીનો 18.54% ભાગ છે. ચીન માત્ર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ નથી પણ અહીં વિશ્વના સૌથી વિચિત્ર કારનામાઓ પણ થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ એ વિશ્વનો ચોથો મોટો દેશ છે. અહીંની સંસ્કૃતિ પણ પાંચ હાજર વર્ષ જૂની છે. આજે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ વિશ્વપટલ પર એક માત્ર એવો દેશ છે જે પોતાની અજીબોગરીબ હરકતો માટે પણ જાણીતો છે. તો ચાલો આજે જોઈએ ચીનના એવા કારનામાઓ અને પરંપરાઓ વિશે કે જેને જાણીને ચોંકી જવાશે.

Image Source

1. સૌથી પહેલા જણાવી દઈએ કે એક ઈકોનોમી સર્વે અનુસાર, છેલ્લા એક દાયકામાં ચીનનો આર્થિક વિકાસ અમેરિકાથી સાત ગણો વધારે રહ્યો છે, એટલે કે ચીન અમેરિકાથી આગળ નીકળી ગયું છે.

2. ચીનના ધનિક લોકો પોતાના અને પરિવારની સુરક્ષા માટે બોડી ડબલ્સ ખરીદી લે છે. અહીં આવી વાત સાવ સામાન્ય છે.

3. અંગ્રેજી બોલવાવાળા લોકો અમેરિકા કરતા ચીનમાં વધુ છે.

Image Source

4. વિશ્વના 29 ટકા વાયુ પ્રદૂષણનું કારણ ચીન છે. ચીનની રાજધાની બીજીંગની હવા એટલી ઝેરીલી છે કે અહીં શ્વાસ લેવાથી થતું નુકશાન દિવસમાં 30-40 સિગારેટ પીવાથી થતા નુકશાન બરાબર છે. ચીનમાં વાયુ પદૂષણને કારણે રોજ 4 હજારથી વધુ લોકોનું મૃત્યુ થઇ જાય છે.

5. હોલીવુડ અભિનેતા બ્રાડ પિટ ક્યારેય ચીન ગયા નથી કારણ કે તેણે ફિલ્મ ‘સેવન યર્સ ઇન તિબેટ’ માં કામ કર્યું હતું. ફિલ્મના અન્ય હીરો ડેવિડ થુલિસ અને ફિલ્મના નિર્દેશક જીન-જેક્સ અનોડ પર પણ ચીન જવા પર પ્રતિબંધ છે.

Image Source

6. ચીનમાં અત્યાર સુધીનો સૌથી લાંબો ટ્રાફિક જામ 12 દિવસોનો હતો. ઓગસ્ટ 2010ની ઘટનામાં બીજિંગમાં 60 મિલ સુધી ગાડીઓની લાઈન લાગી ગઇ હતી.

7. ચીનમાં એક એવી વેબસાઈટ પણ છે કે જ્યાં ગર્લફ્રેન્ડ ઉધાર મળે છે. એક અઠવાડિયાનો ભાવ બે હજારથી પણ ઓછો હોય છે.

8. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, ચીન એક એવો દેશ છે જ્યાં સૌથી વધુ પત્રકારો અને ઇન્ટરનેટ વપરાશકારો જેલમાં છે.

Image Source

9. વિશ્વના કોઈ પણ ખૂણામાં જો તમને જાયન્ટ પાંડા જોવા મળે તો આંખો મીંચીને માની લેજો કે એના પર ચીનનો અધિકાર છે. ચીને આ પ્રજાતિને લીઝ પર રાખી છે અને એના બચ્ચા પર પણ ચીનનો જ હક માનવામાં આવશે.

10. ચીનમાં પક્ષીના માળામાંથી બનેલા સૂપની સૌથી વધુ માંગ છે, આના પરથી જ આ સૂપની કિંમતનો અંદાજો લગાવી શકાય કે જે માળાનો ઉપયોગ આ સૂપ બનાવવામાં થાય છે એ લગભગ દોઢ લાખ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

Image Source

11. વર્ષ 2025 સુધીમાં ચીનમાં ન્યુયોર્ક બરાબર 10 શહેરો હશે. ચીનમાં એવી કેટલીય ગગનચુંબી ઇમારતો છે જે વેરાન પડી છે. જેમાં કોઈ જ નથી રહેતું. તેમ છતાં અહીં નવી ઇમારતો બનવાનું કામ જોરશોરથી ચાલુ છે. ચીનનું લક્ષ્ય છે કે 20 વર્ષ સુધીમાં દર વર્ષે 20 શહેર બનાવવામાં આવે. જો કે આ શહેરોમાં વસવાટનો કોઈ પ્લાન નથી, આ જ કારણ છે કે અહીંના શહેરોને ઘોસ્ટ સીટી પણ કહેવામાં આવે છે.

12. ચીનના ટીનેજરો આઇફોનના દીવાના હોય છે, તમે સાંભળ્યું હશે કે ચીનના એક છોકરાએ આઈપેડ ખરીદવા માટે તેની કિડની વેચી દીધી હતી.

13. ચીનમાં 3 કરોડ લોકો ગુફા જેવા ઘરોમાં રહે છે. આ ગુફાઓને યોડૉન્ગ્સ કહેવામાં આવે છે. ચીન વિશ્વનો એક માત્ર એવો દેશ છે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો ગુફાઓમાં રહે છે.

Image Source

14. ચીનમાં જયારે સૈનિકોને તાલીમ આપવામાં આવે છે, ત્યારે તેમના ગણવેશના કોલરમાં પિન લગાવી દેવામાં આવે છે જેથી તેઓ હંમેશાં તેમની ગરદન ઉપર જ રાખે. અને જયારે તેઓ સુવાનો પ્રયાસ કરે તો તેમને સોય વાગવાથી તેઓ સતર્ક થઇ જાય.

15. ચીનમાં સ્વાદિષ્ટ ભોજનના નામે દર વર્ષે 40 લાખ બિલ્લીઓ ખાવામાં આવે છે. એક અહેવાલમાં જણાવાયું હતું કે ચીનમાં સ્વાદિષ્ટ ભોજનના બહાને દર વર્ષે લગભગ 40 લાખ બિલ્લીઓને મારી નાખવામાં આવે છે.

16. ચીનમાં એક વ્યક્તિને 12 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, કારણ કે તેણે અંતિમ ઈન્ડો-ચાઇનીઝ વાઘને મારીને ખાધો હતો. પોતાના બચાવમાં આ માણસે કહ્યું કે તેણે સ્વબચાવમાં વાઘને મારી નાખ્યો.

Image Source

17. આ ચીનની બદકિસ્મતી છે કે ચીનનું હોશિયાર મગજ દેશ માટે કામ કરતું નથી, કારણ કે દસમાંથી આઠ લોકો જે ભણવા માટે બહાર જાય છે, તેઓ પાછા ચીનમાં સ્થાયી થવાની ઇચ્છા રાખતા નથી, જેથી તેમના શાર્પ મગજનો ચીનને ફાયદો નથી થતો.

18. ચીનમાં એક શખ્સે તેની પત્ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો કારણ કે તે બદસુરત હતી અને તેને કેસ જીતી પણ લીધો. પતિએ દાવો કર્યો હતો કે પત્નીની બદસૂરતીના કારણે તેના બાળકો પણ બદસુરત થઇ ગયા. હકીકતમાં, લગ્ન પહેલાં, પુરુષની પત્નીએ તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

19. ચીનમાં આત્મહત્યાની ઘણી ઘટનાઓ છે કે ત્યાં એક બોડી ફિશર તરીકે નોકરી પણ મળી શકે છે. આ લોકોનું કામ નદીમાંથી ડેડબોડી કાઢવાનું હોય છે.

Image Source

20. જો ચીનની આખી વસ્તી એક લાઈન લગાવીને તમારી સામેથી પસાર થાય, તો તે લાઈન તમારા જીવનકાળમાં સમાપ્ત થશે નહીં. ચીનની વસ્તી ક્યારેય ઘટશે નહિ, કારણ કે અહીંના લોકો નાની ઉંમરે બાળકો પેદા કરે છે, જેને કારણે અહીંનું રીપ્રૉડક્શન પાવર સારું છે.

21. ચીનની 59.3 ટકા વસ્તી શહેરી છે અને આખા દેશના લોકોની સરેરાશ ઉંમર 37.3 વર્ષ છે. 2030માં ચીનમાં શહેરોમાં જેટલી વસ્તી હશે એ વિશ્વના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અમેરિકા કરતા પણ વધારે હશે.

22. ચીનમાં, દર 30 સેકંડમાં એક એવું બાળક જન્મે છે જે જન્મજાત દોષથી પ્રભાવિત હોય છે. ચીનમાં દર વર્ષે 1.2 મિલિયન બાળકોને જન્મ સમયે શરીરમાં કોઈ રોગ અથવા ખામી હોય છે.

Image Source

23. ચીનમાં ઉનાળાના મહિનાઓમાં કૂતરાનું માંસ ખાવાની પરંપરા લગભગ 400 વર્ષ જૂની છે. દર વર્ષે ઉનાળાના અયનકાળ પ્રસંગે આયોજિત “ડોગ મીટ ફેસ્ટિવલ” માં 10,000થી 15,000 કૂતરાઓને મારીને ખાવામાં આવે છે.

24. ચીનમાં, વર્ષ 2009થી ફેસબુક અને ટ્વિટર બંધ છે. સરકાર વિરોધી લેખ પ્રકાશિત કર્યા પછી ચીને 2012માં ન્યુ યોર્ક ટાઇમ્સની ઓફિસ બંધ કરાવીને તમામ સ્ટાફને દેશમાંથી બહાર કાઢી નાખ્યો હતો. 2012ના એક અહેવાલ મુજબ, ચીનમાં 13 ટકા ઇન્ટરનેટ પોસ્ટ્સ બ્લોક કરી દેવામાં આવી છે.

Image Source

25. ચીનમાં ઈન્ટરનેટની આદતથી પીડિત લોકોની સારવાર માટે કેમ્પ પણ યોજવામાં આવે છે.

26. ફાંસીની સજાના મામલે ચીન વિશ્વમાં સૌથી વધુ આગળ છે. જ્યારે આખું વિશ્વ ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે, આ મામલે ચીનની પોતાની અલગ વિચારધારા છે. 2005માં, ચીનમાં 1770 લોકોને ગોળી મારીને મૃત્યુની સજા આપવામાં આવી હતી.

27. કમ્પ્યુટર સોફ્ટવેર પાયરસીના મામલે ચીન વિશ્વનો પ્રથમ નંબરનો દેશ છે. ચીનમાં લગભગ 78 ટકા કમ્પ્યુટર સોફ્ટવેર પાઇરેટેડ હોય છે.

Image Source

28. વિશ્વનો સૌથી મોટો શોપિંગ મોલ ચીનમાં છે. પરંતુ 2005 સુધીમાં તે 99% ખાલી હતો.

29. ચાઇનીઝ લોકો ગરમ અને મસાલેદાર ખોરાક માટે ક્રેઝી હોય છે.

30. ચાઇનીઝ લોકો તંદુરસ્તી માટે સૂવામાં માને છે.

Image Source

31. ચીનના ધનિક લોકો પોતાના બદલે બીજાને જેલ પણ મોકલી શકે છે. પોતાના બદલે, તેમણે જેલમાં મોકલનારને વ્યક્તિને વળતર પણ ચૂકવવું પડે છે. આ સિવાય જો કોઈ કેદી તકનીકી રીતે સક્ષમ હોય અને જેલની અંદર હોય ત્યારે તેણે કોઈ વસ્તુ બનાવી હોય, તો તે વેચીને પણ તેની સજા ઘટાડી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.