હાલમાં લગ્નનો માહોલ છે અને લોકો પોતાના રીતે પ્રસંગો મનાવી રહ્યા છે. ચોટીલામાં એક અલગ જ નજારો જોવા મળ્યો. વરરાજા 100 ઘોડા સાથે રજવાડી શોખમાં પોતાના લગ્ન પ્રસંગે પહોંચી ગયા. જયારે 100 ઘોડાં લઈ વરરાજા પરણવા આવી રહ્યા હતા, ત્યારે ચોટીલાના રસ્તાઓ પર ઘોડાંના પગલાંના અવાજથી વાતાવરણ ગૂંજતું હતું. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આ જાનમાં જાનૈયાઓ એ વરરાજા પર પૈસાનો વરસાદ કર્યો હતો.
ચોટીલાના ખાચર દરબાર અને ખેરડી ભાગદાર સ્વ. દાદબાપુ ઘુસાબાપુ ખાચરના પરિવારમાંના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં વસતા અનકુભાઈ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા. મહાવીરભાઈએ પોતાનો લગ્ન પ્રસંગ સૌથી અલગ અને વિશેષ રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થવાનું નક્કી કર્યું હતું અને 100 જેટલા ઘોડેસવારો સાથે આ અનોખી જાન જોડી હતી.100 ઘોડેસવારો સાથે મહાવીર ખાચરની જાન ખેરડીમાંથી નીકળી ચોટીલામાં પહોંચતા તે એક વિશાળ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. રસ્તે એકસાથે 100 ઘોડા પસાર થતા જોવા મળતા, જાન લઈ રહ્યા લોકો પર એક નવી નજર પડી રહી હતી, અને રસ્તેથી પસાર થતા લોકો પણ આ અસાધારણ દ્રશ્યને જોઈને આશ્ચર્યચકિત રહી ગયા હતા.
તેમણે આ જોવાનું એન્જોઈ કરવા માટે થોડીવાર માટે પોતાને રોકી દીધા હતા.રજવાડી વસ્ત્રો સાથે ઘોડા પર સવાર મહાવીર ખાચર પર, જાનૈયાઓ એ પૈસાનો વરસાદ વરસાવ્યો હતો.આ વિષે વરરાજાના મોટા બાપુ સુરેશભાઈ દાદબાપુ ખાચરે જણાવ્યું હતું કે, ખેરડીથી ચોટીલા સુધીના મનમોહક જીમણાવમાં વરરાજાએ ઘોડા પર સવાર થઈને, 100 ઘોડાં સાથે અને સંગીતની મોજમાં દુલ્હા બનતાં રસ્તે જવાનું શરૂ કર્યું.
જ્યાં ભીખુભાએ ચા અને પાણીની વ્યવસ્થા કરી હતી. તેમાંથી 100 ઘોડાં સાથે જાન આગળ વધતી રહી અને તમામે પરંપરાગત રીતે ઉજવણી કરી, જેની સાથે અમે મારા ભત્રીજાના લગ્નનો આ સુંદર પ્રસંગ માણ્યો હતો.