ફ્લાઇટમાં બનાવી રહ્યો હતો રીલ, એર હોસ્ટેસના એક ઇશારા પર થઇ ગયો ખશ, પણ આગળના જ પળે…

સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પેસેન્જર ફ્લાઇટના નજારાને કેમેરામાં કેદ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની નજર એક એર હોસ્ટેસ પર પડી, જેણે કેમેરા તરફ જોયું અને હાથથી ઈશારો કર્યો. પેસેન્જરે તેને શુભેચ્છા તરીકે લીધુ અને તે ખુશ થઇ ગયો. જો કે થોડા સમય પછી મુસાફરને સમજાયું કે એર હોસ્ટેસ તેને કંઈક બીજો જ સંકેત આપી રહી હતી.

વીડિયોમાં દેખાય છે કે એર હોસ્ટેસે તેના હાથથી ક્રોસ સાઇન બનાવી હતી, જેનો અર્થ કેમેરા બંધ કરવાનો હતો. પરંતુ મુસાફરને ગેરસમજ થઇ અને તેણે પોતાની ખુશીમાં આનંદ માણ્યો. એર હોસ્ટેસનો સાચો ઈરાદો સમજાતાની સાથે જ તેની ખુશી એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ અને તેનો ચહેરો ફિક્કો પડી ગયો.

આ વીડિયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ રમુજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર sarcasticschool નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને લોકો તેને જોયા પછી હસવાનું રોકી શકતા નથી. ફ્લાઇટમાં બનેલી આ નાની ઘટના હવે લાખો લોકોના પેટમાં ગલીપચી કરી રહી છે.

Previous Article

જાણો કોણ છે ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની હિમાની, ખુદ પણ છે સ્પોર્ટ્સ જગત સાથે જોડાયેલી...

Next Article

100 ઘોડા સાથે દુલ્હો જાન લઇને નીકળ્યો, જાનૈયાઓએ જાન પર રૂપિયાનો કર્યો એવો વરસાદ કે જોવા લોકો થયા ભેગા

error: Protected Content!