દે ધપાક….કપલે રસ્તા વચ્ચે એકબીજા સાથે કરી લાફાવાળી, વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

કપલ્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતા હોય છે. વીડિયોમાં ક્યારેક કપલ્સ રોમેન્ટિક થતા જોવા મળે છે તો ક્યારેક એકબીજા સાથે લડતા જોવા મળે છે. આવો જ એક વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ રસ્તા પર નાટકીય રીતે લડતું જોવા મળે છે.

વીડિયોમાં, એક છોકરો અને એક છોકરી રસ્તાની બાજુમાં બાઇક પાર્ક કરી ઝઘડતા જોવા મળે છે. અચાનક છોકરો છોકરીને થપ્પડ મારે છે અને છોકરી છોકરા સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેને થપ્પડ મારે છે. આ પછી, છોકરી પણ તેને થપ્પડ મારે છે પરંતુ આનાથી છોકરો ગુસ્સે થાય છે અને તે તેને વધુ જોરથી થપ્પડ મારે છે.

વધુમાં, તે તેના પર હિંસક હુમલો કરે છે જેના કારણે તે રસ્તા પર પડી જાય છે. આ કપલની નાટકીય ત્યાંથી પસાર થઇ રહેલા લોકોનું ધ્યાન ખેંચે છે. ટોળા દ્વારા ઘેરાયા પછી તરત જ બંને બાઇક પર સાથે ત્યાંથી નીકળી જાય છે. આ ઘટના નજીકની ઇમારતમાં ઉભેલા એક વ્યક્તિએ મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.

Shah Jina