નોટોથી ભરેલ 2 બેડ, ‘અમીર ઓફિસર’ના ઘરે રેડથી બધા હેરાન- પૈસા એટલા કે ગણવા માટે મંગાવી પડી મશીન

બિહારમાં DEO ના બેડમાંથી મળ્યા 3 કરોડ રોકડા : બોરીમાં બાંધીને રાખી હતી નોટો અને ઘરેણા, 7 ઠેકાણા પર વિજિલેંસની રેડ

બેતિયા DEO ના ઠેકાણા પર વિજિલેંસની રેડ, રોકડા જોઇ અધિકારી પણ હેરાન, મંગાવી પડી નોટ ગણવાની મશીન

બિહારમાં ફરી એકવાર ભ્રષ્ટ સરકારી અધિકારીના કારનામાનો પર્દાફાશ થયો છે. ગુરુવારે બિહારના સ્પેશિયલ વિજિલેંસ યુનિટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં બેતિયાના જિલ્લા શિક્ષણ અધિકારીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પેશિયલ વિજિલેંસ યુનિટે બેતિયા જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના વિવિધ સ્થળોએથી મોટી રોકડ જપ્ત કરી છે. એવું કહેવાય છે કે વિજિલેંસ ટીમે નોટ ગણવાનું મશીન પણ મંગાવ્યું. સ્પેશિયલ વિજિલેંસ યુનિટે બેતિયા ઉપરાંત દરભંગા અને સમસ્તીપુરમાં દરોડા પાડ્યા છે.

દરોડા દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણની કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણીનો ખુલાસો થયો હતો. આ અંગે વધુ માહિતી આપતાં, સ્પેશિયલ વિજિલન્સ યુનિટની ટીમે જણાવ્યું હતું કે, રજનીકાંત પ્રવીણ, જે હાલમાં બેતિયા (પશ્ચિમ ચંપારણ) જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કાર્યરત છે, તેમણે વર્ષ 2005થી આજ સુધી ગુનાહિત કાવતરા હેઠળ મોટી જંગમ અને સ્થાવર મિલકતો હસ્તગત કરી છે. આ સંપત્તિઓની કુલ અંદાજિત રકમ ₹1,87,23,625 છે, જે તેમની આવકના કાયદેસર સ્ત્રોતો કરતાં ઘણી વધારે છે.

તેમના આવક સ્ત્રોતો મુજબ, તેમની કુલ આવક ₹2,52,00,000 અને ખર્ચ ₹1,46,31,400 હોવાનો અંદાજ છે. તેથી, તેમણે કાયદેસર રીતે બચાવેલી રકમ ₹1,05,68,600 ગણી શકાય. આમ છતાં, રજનીકાંત પ્રવીણ અને તેમના પરિવારના નામે સ્થાવર અને જંગમ મિલકતોની કુલ કિંમત ₹2,92,92,225 હોવાનું જાણવા મળ્યું છે. આ મિલકત ગેરકાયદેસર અને ભ્રષ્ટ માધ્યમથી હસ્તગત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

એવો આરોપ છે કે રજનીકાંત પ્રવીણ પાસે તેમની આવક કરતાં ₹1,87,23,625 ની સંપત્તિ છે, જે તેઓ સંતોષકારક રીતે સમજાવી શકતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટનાની વિજિલન્સ ટીમે સવારે જિલ્લા શિક્ષણ અધિકારીના નિવાસસ્થાને દરોડા પાડવાની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન કોઈને પણ અંદર જવાની કે બહાર આવવાની મંજૂરી નહોતી. સ્થાનિક વહીવટીતંત્ર અને તકેદારી વિભાગના અધિકારીઓ હાલમાં આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. બેતિયાના ડીઈઓ રજનીકાંત પ્રવીણ છેલ્લા ત્રણ વર્ષથી બેતિયામાં પોસ્ટેડ છે.

અહેવાલ અનુસાર, રજનીકાંત પ્રવીણ પાસેથી 3 કરોડ રોકડ અને ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા છે. ગુરુવારે વહેલી સવારે વિજિલન્સ ટીમે 40 સભ્યો સાથે મળીને રજનીકાંતના 7 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા. રજનીકાંતના ઘરમાં બેડમાં નોટોથી ભરેલ બોરીઓ હતી, આટલી બધી રોકડ મળ્યા પછી અધિકારીઓને નોટ ગણવાનું મશીન લાવવું પડ્યું. આ સંદર્ભમાં, તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 (સુધારેલ 2018) ની કલમ 13(1)(b), 13(2) અને 12 અને બીએનએસ 2023 ની કલમ 61(2)(a) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!