ભારતીય ક્રિકેટમાં વધુ એક કપલના છૂટાછેડા ? શું હાર્દિક-ચહલ બાદ વિરેન્દ્ર સહેવાગના 21 વર્ષ જૂના લગ્નમાં આવી તિરાડ ?

ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંના એક વીરેન્દ્ર સેહવાગ તેમના સમયના સૌથી આક્રમક બેટ્સમેન તરીકે જાણીતા હતા અને તેમણે ઘણા બોલરોની ખૂબ ધોલાઇ કરી. જો કે, આ સમયે તેમના પરિવાર વિશે ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના 21 વર્ષ જૂના લગ્નજીવનમાં તિરાડ પડી છે અને તેઓ તેમની પત્નીથી અલગ થઈ શકે છે.

અહેવાલો અનુસાર, સેહવાગ અને તેની પત્ની આરતી અહલાવતે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે અને એક વર્ષથી અલગ રહે છે. આ દિવસોમાં ક્રિકેટ જગતમાં છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સમાં છે, જ્યાં ગયા વર્ષે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થયા હતા. ત્યાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સંબંધો પણ તૂટવાની કગાર પર હોવાનું જાણવા મળી રહ્યુ છે.

આવી સ્થિતિમાં, હવે ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતી વિશે સમાચાર આવી રહ્યા છે કે તેઓ પણ અલગ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ કપલના લગ્નને 21 વર્ષ થયા છે અને તેમના બે બાળકો પણ છે. વીરેન્દ્ર સેહવાગે પોતાના પરિવાર અને અંગત જીવનને હંમેશા મીડિયાથી દૂર રાખ્યું છે.

આ ક્રિકેટર ક્યારેક ક્યારેક જ પરિવાર સાથે તસવીર શેર કરે છે. ગયા વર્ષે દિવાળી 2024 પર ક્રિકેટરે માતા અને મોટા પુત્ર આર્યવીર સાથે એક તસવીર શેર કરી હતી. જો કે તે તસવીરમાં તેમની પત્ની અને નાનો પુત્ર વેદાંત ક્યાંય જોવા નહોતો મળ્યો, ત્યારબાદથી તેમના સંબંધો પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા.

Shah Jina