વિદ્યાર્થીઓનો ખતરનાક સ્ટંટ, તેજ રફતાર થારથી પડ્યા, જુઓ હેરાન કરી દેનારો VIDEO
આજકાલ લોકો શો-બાઝીના ચક્કરમાં કંઈ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે. રીલના આ જમાનામાં આ એક સામાન્ય બાબત બની ગઈ છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો અવારનવાર જોવા મળે છે, જેમાં ક્યારેક દુલ્હા-દુલ્હનની ભવ્ય એન્ટ્રી દિલ જીતી લે છે, તો ક્યારેક પાર્ટી ફંક્શનમાં લોકોનું આગમન તહેલકો મચાવી દે છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં છોકરાઓના ગ્રુપનો દાવ ઊંધો પડતો જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ એક ખતરનાક સ્ટંટ અજમાવ્યો, જે મોંઘો સાબિત થયો. વીડિયોમાં બ્લેક મહિન્દ્રા થારની છત પર બેઠેલા ત્રણ વિદ્યાર્થીઓ અચાનક પડતાં જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે યુવાનોમાં વધી રહેલા જોખમી વર્તનને લઈને ગંભીર ચર્ચા જગાવી છે. આ ઘટના એક વ્યસ્ત રોડ પર બની હતી, જ્યાં વિદ્યાર્થીઓનું એક ગ્રુપ થારની છત પર બેસીને તેમના સ્ટંટથી ફેરવેલ પાર્ટીને ખાસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ સ્ટુડન્ટ્સ બ્લેક સૂટમાં થારની છત પર સવાર હતા, ત્રણેય એકદમ સ્ટાઇલિશ દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન થારની સ્પીડ વધી જતાં અચાનક ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિએ વાહનને ડાબી તરફ ફેરવ્યું અને ત્રણેય વિદ્યાર્થીઓ બેલેન્સ ગુમાવીને રોડ પર પડ્યા. સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે નજીકમાં ઉભેલા લોકો તાત્કાલિક કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે આગળ આવ્યા ન હતા, જેના કારણે આ સ્ટંટના ખતરનાક પાસાઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
View this post on Instagram