શક્તિમાનના ખૂંખાર વિલન તમરાજ કિલવિશ એટલેકે અભિનેતા સુરેન્દ્ર પાલ પાસે છે કરોડોની મિલકત, જાણો તેમના પુત્ર અને પુત્રીને મિલકતમાં કેટલો હિસ્સો મળ્યો

શક્તિમાનના તમરાજ કિલ્વીશ છે કરોડોની સંપત્તિના માલિક, 19 વર્ષ પહેલા પત્નીને…જાણો નેટ વર્થ અને લાઈફ સ્ટાઇલ

ટીવીની દુનિયામાં કેટલાક એવા શો અને એવા પાત્રો થયા છે જે લોકોના મનમાં લાંબા સમય સુધી જીવંત રહેશે. આ કડીમાં એક ધારાવાહિક ‘શક્તિમાન’ છે જેને લોકોએ અપાર પ્રેમ આપ્યો. આ ભૂમિકા સાથે તે દરેક ઘરમાં ખાસ કરીને બાળકોમાં વધુ પ્રખ્યાત બન્યા. ‘શક્તિમાન’ પહેલા, સુરેન્દ્ર પાલે ‘મહાભારત’માં ગુરુ દ્રોણાચાર્યની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી અને ‘તમરાજ કિલવિશ’ના પાત્રે તેમની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો હતો.

શક્તિમાન સિરિયલનું દરેક પાત્ર પોતાનામાં જ મહત્વનું અને રોમાંચક હતું. આ ધરાવહિકમાં તમરાજ કિલવિશની ભૂમિકા ભજવનાર અભિનેતા સુરેન્દ્ર પાલના પણ લાખો ચાહકો છે. લાંબા સમયથી અભિનય જગતમાં એક્ટિવ રહેલા સુરેન્દ્ર પાલની પ્રોફેશનલ લાઈફ અવારનવાર સમાચારોમાં રહે છે.

મહાભારત, વો રહીને વાલી મહેલો કી, લેફ્ટ રાઈટ લેફ્ટ, વિષ્ણુપુરાણ, દેવો કે દેવ-મહાદેવ વગેરે જેવા ધારાવાહિકમાં કામ કરી ચૂકેલા ‘કિલવિશ’ ફિલ્મી દુનિયામાં ઘણું કામ કર્યું છે. સુરેન્દ્ર પાલે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1984માં હિન્દી ફિલ્મોથી કરી હતી, જેમાં ખુદા ગવાહ, શહર, જોધા અકબર વગેરેનો સમાવેશ થાય છે.

આજે સુરેન્દ્ર શાહી જીવનશૈલી જીવે છે. Thepersonage.comના રિપોર્ટ અનુસાર સુરેન્દ્ર પાલ પાસે 163 કરોડની સંપત્તિના માલિક છે. તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટી રકમ લે છે. જણાવી દઈએ કે સુરેન્દ્રએ 2002માં પત્ની બરખા સિંહથી છૂટાછેડા લીધા હતા. કપલના ત્રણે બાળકો સુરેન્દ્ર સાથે રહે છે.

અભિનય ઉપરાંત સુરેન્દ્ર પાલે નિર્દેશનના ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો પણ તેને ત્યાં સફળતા મળી નહીં. તેમણે ભોજપુરી ફિલ્મ ‘ભાઈજી કી સિસ્ટર’ બનાવી. પરંતુ આ ફિલ્મ ચાલી ન હતી. ત્યારબાદ તે ફરીથી ટીવીની દુનિયામાં પાછા ફર્યા હતા. થોડા સમય પહેલા સુરેન્દ્ર પાલે કુલ મિલકતમાંથી 60 ટકા પુત્રીને આપ્યા હતા, જ્યારે બંને પુત્રોને 20 ટકા આપ્યા હતા. સુરેન્દ્ર પાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેની પુત્રીની ખૂબ નજીક છે.

જોકે તેમનું લગ્ન જીવન  અભિનય કારકિર્દી જેટલું સફળ ન હતું. 2002માં સુરેન્દ્ર પાલે તેની પત્ની બરખા સિંહથી છૂટાછેડા લીધા. પરંતુ તેની પત્નીથી અલગ થવાની અસર તેમણે બાળકો પર પડવા દીધી નહિ.

Patel Meet