ખબર

સુરતમાં 12 વર્ષની સગીરા માટે વર્ષનો છેલ્લો દિવસ બન્યો જીવનનો અંતિમ દિવસ, સીટી ચાલકે બેફામ રીતે બસ ચલાવી વિદ્યાર્થિનીને કચડી

રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા માસુમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, આ ઉપરાંત મોટા શહેરોમાં સીટી બસ ચાલકો બેફામ રીતે બસ હંકારતા હોય છે અને કેટલાક લોકોને પોતાની અડફેટે પણ લેતા હોય છે, જેમાં પણ કેટલાક લોકોના મોત થાય છે.

હાલ એવી જ એક ખબર સુરતમાંથી સામે આવી રહી છે, જ્યાં સીટી બસ ચાલકે બેફિકરાઈથી બસ હંકારીતા એક માસુમ 12 વર્ષની કિશોરીનો જીવ લઇ લીધો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને તેમને બીજી સીટી બસોના કાચ પણ તોડી નાખ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર આ ઘટના અમરોલી વિસ્તારમાં સર્જાઈ છે, જ્યાં એક ધોરણ 9માં ભણતી વિધાર્થીનીનું સીટી બસની અડફેટે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સીટી બસ ચાલક બેફામ રીતે બસ હણાકરી રહ્યો હતો જેના કારણે વિધાર્થીની બસની અડફેટે આવી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ સીટી બસના ડ્રાઈવરને ઝડપી લીધો હતો, તેમજ બીજી સીટી બસોના કાચ તોડીને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. લોકોમાં ભભુકેલો આ રોષ જોઈને બીજા સીટી બસ ચાલકો પણ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.