ખબર

મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી આવતી રસાકસીનો આવશે આવતી કાલે અંત, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, વાંચો શું છે હકીકત

છેલ્લા કેટલાય દિવસથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાહટ જોવા મળી રહી છે. આખા દેશની નજર મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેના પર લાગેલી છે. આજસુધીની રાજનીતિમાં જે જોવા નથી મળ્યું તે મહારાષ્ટ્ર્ની રાજનીતિમાં જોવા મળ્યું છે જેના કારણે મોટાભાગના લોકો ટીવીમાં સમાચાર સિવાય બીજું કઈ જોતા જ નથી.

Image Source

તો આ રસાકસીનો અંત હવે આવવા જઈ રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તે અંગે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે 27 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા પહેલા બહુમતનું પરીક્ષણ કરવામાં આવે તેમેજ ફ્લોરટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવે સાથે સાંજે 5 વાગ્યા સુધી તમામ ધારાસભ્યો સપથ પણ લે. તેવો આદેશ કરવામાં આવ્યો છે.

Image Source

મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસથી મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તે માટેની ઘણી જ અટકળો હતી. રાતોરાત ભાજપની સરકાર બની જતા પણ આખો મામલો ફરી ગરમાયો હતો અને ત્યારબાદ આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવતી કાલે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેનો અંતિમ નિર્ણય સાંજે 5 વાગ્યા સુધીમાં આવી જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.