બોલિવુડના આ 5 સ્ટાર્સ જાહેરમાં પત્નીના ડ્રેસ સંભાળતા જોવા મળ્યા, આ લિસ્ટમાં શાહરૂખ ખાન પણ સામેલ

જાહેર સ્થળ પર પત્નીઓના ડ્રેસ સંભાળતા જોવા મળ્યા આ 5 સુપરસ્ટાર્સ, કોઇએ પકડ્યો સાડીનો પાલવ તો કોઇએ સંભાળ્યુ ગાઉન

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સુપરસ્ટાર્સ છે, જેણે અભિનય દ્વારા ચાહકોનું દિલ જીતી લીધું છે. ઘણીવાર મોટા મોટા સ્ટાર્સ તેમની ફિલ્મો સાથે સાથે તેમની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી જોડી છે જે કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. આજે તમને જણાવીશું એ બોલિવુડની જોડી વિશે જેઓ કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં સ્પોટ થાય ત્યારે તેમની તસવીરોમાંની કોઇક ખૂબ જ ખાસ હોય છેે જે ચર્ચાનો વિષય બનતી હોય છે.

Image source

1.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવુડની ગ્લેમરસ અને ખૂબસુરત અભિનેત્રી દીપિકા પાદુકોણે મુંબઇમાં આયોજિત આઇફા ઓવોર્ડમાં ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના પર્પલ ગાઉનમાં જોવા મળી હતી. આ દરમિયાન રણવીર સિંહ દીપિકાની પાછળ ચાલી રહ્યા હતા અને દીપિકાના લાંબા ગાઉનને સંભાળી રહ્યા હતા. રણવીરને દીપિકાની પાછળ ચાલતા જોઇ લોકોએ કમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી.Image source

2.નિક જોનસ અને પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં નિક જોનસ પણ સામેલ છે. નિક ઘણીવાર જાહેર સ્થળ પર પ્રિયંકા અને તેનાથી જોડાયેલી વાતોનું હંમેશા ધ્યાન રાખે છે. અનેક વાર તે પ્રિયંકાનો ડ્રેસ સંભાળતા અને તેને ઠીક કરતા પણ નજરે પડે છે.

Image source

3.શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવુડ ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા શાહિદ કપૂર હિંદી ફિલ્મોમાં ઘણા સમયથી કામ કરી રહ્યા છે. તેઓ ઓનસ્ક્રીન સાથે સાથે ઓફસ્ક્રીન પણ કોઇ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. ઘણીવાર શાહિદ કપૂર કોઇ જાહેર સ્થળે કે ઇવેન્ટમાં પત્નીની સંભાળ રાખતા નજરે પડે છે. ઘણીવાર તો તે મીરાનો ડ્રેસ પણ સંભાળતા જોવા મળ્યા છે.Image source

4.શાહરૂખ ખાન અને ગૌરી ખાન આ લિસ્ટમાં બોલિવુડના કિંગ ખાન અને બાદશાહ શાહરૂખ ખાન પણ સામેલ છે. શાહરૂખ ખાન આમ તો રોમાંસ કિંગ તરીકે પણ જાણીતા છે. પરંતુ તે પોતાના અંગત જીવનમાં પણ આ ટાઇટલના હકદાર છે. શાહરૂખ ખાન ઘણીવાર જાહેર સ્થળ પર પત્ની ગૌરી ખાન અને તેમના ડ્રેસને સંભાળતા જોવા મળે છે.Image source

5.અંગદ બેદી અને નેહા ધૂપિયા ફિલ્મ અભિનેત્રી નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી નેહાનું ઘણું ધ્યાન રાખે છે. તે અવાર-નવાર કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં નેહાના હેવી ડ્રેસને સંભાળતા નજરે પડે છે. એકવાર તેઓ બંને એક પાર્ટીમાં પહોંચ્યા ત્યારે નેહા તેના ડ્રેસને લઇને ઘણી પરેશાન થઇ ગઇ હતી ત્યારે પતિ અંગદ તેમની મદદ કરતા તેમના ડ્રેસને અને પાલવને સંભાળતા જોવા મળ્યા હતા.

Shah Jina