તારક મહેતાના અંજલીભાભીએ શેર કરી શાનદાર તસવીરો, કલાકારોને મળતી મોટી રકમ અંગે તોડી ચુપ્પી

અંજલિ ભાભીએ સાડીમાં હોટ પોઝ આપતા જ ધમાલ મચી ગઈ! જુઓ PHOTOS

ટીવી ઉપર દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવતા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” જેટલો પ્રખ્યાત છે એટલા જ આ શોના પાત્રો પણ દર્શકોને પસંદ આવે છે. છેલ્લા થોડા સમયથી આ શોમાં કેટલાક પાત્રો બદલાયા પણ છે અને નવા પાત્રોને દર્શકો દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યા છે. (Image Credit-Instagram/Sunayana Fozdar)

એવું જ એક પાત્ર છે આ શોના અંજલિ ભાભીનું. જે હાલમાં અભિનેત્રી સુનૈના ફોજદાર નિભાવી રહી છે. તારક મહેતામાં અંજલિ ભાભીને તો દર્શકો ખુબ જ પસંદ કરે છે, સુનૈનાના અભિનયે પણ દર્શકોનું દિલ જીતી લીધું છે, તો સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ જ મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે.

સુનૈના ફોજદાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે, જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત તેના ડાન્સ વીડિયો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

સુનૈનાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તો હાલમાં સુનૈનાએ તારક મહેતાના કલાકારોને આપવામાં આવતી મોટી રકમને લઈને ચાલી રહેલી ચર્ચાઓ ઉપર પણ ચુપ્પી તોડી છે, સુનૈનાનું માનવું છે કે કલાકારો તેના હકદાર છે.

એક મીડિયા સાથે વાતચીત દરમિયાન સુનૈનાએ કહ્યું, “એક માણસની રીતે તો આપણને લાગશે કે આપણે આગળ વધવાનું છે. તો શું ઘણું વધારે છે ?એક માણસ માટે કંઈપણ ખુબ જ વધારે નથી. તો આ બહુ જ વિષયાત્મક છે.”

તે આગળ જણાવે છે કે “પરંતુ અમે લોકો મહામારીમાં કામ કરી રહ્યા છી. થોડું ઘણું મળવું તો બને જ છે. આવી સ્થિતિમાં અમે બધા કામ અને પૈસા મળવા હકદાર છીએ. એક અભિનેતાની રીતે અમે માસ્ક વગર એકબીજાની સામે બોલી રહ્યા છીએ. ઓછામાં ઓછું ઓફિસ સેટઅપમાં. તમારી પાસે માસ્ક પહેરવાનું ઓપશન છે. અમારી પાસે નથી. અમે બધા સુરક્ષિત છીએ અને સ્વસ્થ છીએ.”

Niraj Patel