ભાઇજાનની જેકલીન સાથે બેડરૂમની ન જોવાય એવી તસવીરો લીક થવાથી ડિસ્ટર્બ થઇ ગયો ઠગ સુકેશ ચંદ્રશેખર, કહ્યુ- પૈસા માટે ન હતો અમારો પ્રેમ

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીન ફર્નાન્ડીઝની ઘણી તસવીરો તાજેતરના દિવસોમાં ઇન્ટરનેટ પર હેડલાઇન્સમાં છે. હવે સુકેશ ચંદ્રશેખરે આ તસવીરોને લઈને એક હસ્તલિખિત નોટ જારી કરી છે, જેમાં તે જેકલીનનો બચાવ કરતો જોવા મળે છે. થોડા સમય પહેલા જ સુકેશ સાથે જેકલીનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

આ તસવીરોમાં સુકેશ જેકલીન સાથે બેડરૂમમાં જોરદાર રોમાન્સ કરતો જોવા મળ્યો હતો અને એક્ટ્રેસના ગળા પર લવ^બાઈટ જોવા મળી હતી, જે બાદ તેમના સંબંધોની ચર્ચાઓ વધી હતી. આ વાયરલ તસવીરો પર, જેક્લિને લોકોને અને મીડિયાને અપીલ કરી કે તે તેને ન ફેલાવે. હવે સુકેશે પોતાના હાથે લખેલી આ નોટમાં લખ્યું છે કે, ‘મારી ખાનગી તસવીરો VIRAL થઈ રહી છે તે જોઈને હું ખૂબ જ પરેશાન છું જે મને સમાચારથી જાણવા મળ્યું છે. તેણે આગળ લખ્યુ- આ વ્યક્તિની ગોપનીયતા અને વ્યક્તિગત જગ્યાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

મેં અગાઉ પણ કહ્યું હતું કે હું અને જેકલીન રિલેશનશિપમાં હતા. અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને અમારો સંબંધ કોઈપણ રીતે પૈસા પર આધારિત ન હતો. આ સંબંધમાં અમને ઘણો પ્રેમ અને સન્માન હતું જ્યાં અમને એકબીજા પાસેથી કોઈ ઈચ્છા કે અપેક્ષા નહોતી. આ પછી સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસનો બચાવ કરતા આગળ ઘણુ લખ્યુ છે. તેણે વધુમાં કહ્યું કે જેકલીનને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

તેણે કહ્યું, ‘હું દરેકને વિનંતી કરું છું કે આ મામલે તેમને ખોટી રીતે ખેંચવાનું બંધ કરો કારણ કે તેમના માટે આ કોઈ સામાન્ય વાત નથી, તેઓએ કોઈ પણ અપેક્ષા વગર ઘણો પ્રેમ આપ્યો છે. જેમ કે મેં અગાઉ કહ્યું છે કે તે આ કેસમાં કોઈપણ રીતે સંડોવાયેલી નથી. ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસને 56 લાખનો ઘોડો, લાખોની બિલાડી જેવી ઘણી મોંઘી ભેટ આપી છે. સુકેશે સ્પષ્ટતા કરી અને કહ્યું, ‘મેં તેને અથવા તેના પરિવારને જે મોંઘી ભેટ આપી છે તે સામાન્ય વસ્તુઓ છે જે વ્યક્તિ તેના પ્રેમ માટે કરે છે.આ અંગત છે.

આ ભેટો મારી કાયદેસરની કમાણીમાંથી છે અને આ ટૂંક સમયમાં કોર્ટમાં સાબિત થશે. ED દ્વારા ઉલ્લેખિત મોંઘી ભેટોમાં ગુચી ડિઝાઈનની બેગ, જિમ માટેના બે ગૂચી આઉટફિટ્સ, લૂઈસ વીટનના શૂઝ, હીરાની બે હર્મિસ બ્રેસલેટ સહિત અન્ય ઘણી વસ્તુઓ હોવાનું કહેવાય છે. સુકેશે લખ્યું છે કે, ‘હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે તેને ખોટી રીતે લેવાનું બંધ કરો અને કૃપા કરીને તેમને પ્રેમ અને સમર્થન આપો કારણ કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. તેઓએ જે કર્યું છે તે કોઈપણ આશા વિના પ્રેમ છે.

YC